માંડવીની ફોતરીની આડમાં દારૂની હેરાફેરી:જૂનાગઢના બાંટવા બાયપાસ પાસેથી મેટાડોરમાંથી પોણા ચાર લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

જૂનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ-બિયરના જથ્થા સાથે જૂનાગડના એક શખ્સની અટકાયત

જૂનાગઢ જિલ્લાના બાટવા પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી થનાર હોવાની મળેલ બાતમીના આધારે પોલીસની ટીમ બાટવા બાયપાસ રોડ પર વોચમાં રહેલ દરમ્યાન એક મેટાડોર પસાર થતા તેને રોકાવી તપાસ કરતા તેમાં ભરેલ માંડવીની ફોતરીની આડમાં છુપાવેલ દારૂ અને બિયરનો રૂ.3.78 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે દારૂ બિયરના જથ્થો તથા મેટાડોર મળી કુલ રૂ.6.28 લાખનો મુદામાલ કબ્જે કરી જુનાગઢના શખ્સને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લામાં વિદેશી દારૂ- બિયરની હેરાફેરી અટકાવવા પોલીસ અધિક્ષકએ આપેલ સુચનાને લઈ કડક પેટ્રોલીંગ હાથ ધરેલ છે. દરમિયાન જૂનાગઢ તરફથી એક મેટાડોરમાં દારૂ ભરી બાંટવા બાયપાસ રોડ પર આવી રહ્યુ હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ગતરાત્રે બાંટવા પીએસઆઈ વી.આર.ચાવડા પોતાના સ્ટાફ સાથે બાયપાસ રોડ પર વોચમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે જી જે 32 ટી 1764 નંબરનું મેટાડોર પસાર થતા તેને શંકાના આધારે રોકાવતા તેનો ચાલક અફઝલ મકરાણી થોડુ આગળ મેટાડોર ઉભુ રાખી નાસી જવા પ્રયાસ કરેલ પરંતુ પોલીસ સ્ટાફએ પાછળ દોટ લગાવી તેને પકડી પાડેલ હતો.

પોલીસ સ્ટાફે મેટાડોરમાં તપાસ કરતા તેમાં ભરેલ મગફળીની ફોતરીના કોથળા નીચે છુપાવેલો 1500 બોટલથી વધુ વિદેશી દારૂનો તથા 384 ટીન બિયરનો જથ્થો મળી કુલ કિ.રૂ.3.78 લાખનો જથ્થો મળી આવેલ.હતો. આ મામલે પોલીસે દારૂ-બીયરનો જથ્થો તથા મેટાડોર મળી કુલ 6.78 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ જથ્થા અંગે પકડાયેલ જૂનાગઢના ચાલક અફઝલ હબીબ મકરાણીની પુછપરછ કરતા તેણે આ દારૂ નરબત ઉર્ફે નબો અને દેવા મેરે ભરી કુતિયાણા તરફ લઈ જતો હોવાની કબૂલાત આપી હતી. જેના આધારે બાંટવા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...