તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચૂકાદો:ભાવનગરમાં થયેલ ખુનની કોશિષના ચારેય આરોપીને 10, 10 વર્ષની કેદ

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરના તત્કાલીન પીઆઇ, હાલના જૂનાગઢ ડીવાયએસપીના પુરાવાના આધારે કોર્ટનો ચૂકાદો

ભાવનગરના તત્કાલીન પીઆઇ અને હાલ જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ રજૂ કરેલા પુરાવા અને સરકારી વકિલ વિપુલ દેવમુરારીની ધારદાર દલીલોને માન્ય રાખી કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ભાવનગરમાં 2012ની સાલમાં ભાવિન ઉર્ફે જુલી હર્ષદભાઇ ડાભી અને તેના મિત્રો પર તલવાર, છરી, પાઇપ જેવા જીવલેણ હથિયારો વડે ખુની હુુમલો થયો હતો.

આ હુમલામાં આરોપી તરીકે રાજેશભાઇ ઉર્ફે રાજુ બાલાભાઇ સોલંકી, હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહિલ,રાજુભાઇ બાબુભાઇ વેગડ અને વિમલ ઉર્ફે લાલો રાજુભાઇ વેગડ સામે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાન આ કેસમાં ભાવનગરના તત્કાલીન પીઆઇ અને હાલના જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંંહ જાડેજાએ તપાસ કરી પૂરતા સજ્જડ પૂરાવા રજૂ કર્યા હતા.

જેના આધારે સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીએ કરેલી ધારદાર દલીલોને માન્ય રાખી ભાવનગરના પ્રિન્સીપાલ ડ્રિસ્ટ્રીક સેશન્સ જજ આર. ટી વાછાણીએ ચારેય આરોપીને 10, 10 વર્ષની સખત કેદ અને 7,000 નો દંડની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...