તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સોમનાથનાં ત્રિવેણી સંગમના પાણીમાં ઓક્સિજન જાળવવા ફૂવારા મૂકાયા

કાજલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીજ પાવરથી ચાલતા ફૂવારા પાણીમાં સતત તરતા રહી ઓક્સિજન લેવલ જાળવે છે

સોમનાથના ત્રિવેણી સંગમમાં સ્વચ્છતા અને શુદ્ધતા જળવાઇ રહેવા સાથે પાણીમાં ઓક્સિજન લેવલ જળવાઇ રહે એ માટે સોમનાથ ટ્રસ્ટે કમર કસી છે. હાલ અહીં પાણીમાં 2 તરતા ફૂવારા મૂકાયા છે. જે સતત ચાલુ રહી પાણીમાં ઓક્સિજન લેવલને જાળવવામાં મદદરૂપ બને છે.આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે. આ પાણીમાં સ્વચ્છતા અને શુદ્ધતા જળવાઇ રહે અને પાણીનું ઓક્સિજન લેવલ સુધરે એ માટે 2 ફૂવારા કાર્યાન્વિત કરી દેવાયા છે.

આ ફૂવારા પાવર સપ્લાયથી ઓપરેટ થાય છે. અને તે પાણીમાં સતત તરતા રહે છે. વળી તેનો ખર્ચ પણ ખુબ ઓછો હોય છે. પાણી સતત ફરતું રહે એટલે તેમાં રહેલા માછલી સહિતના જીવજંતુને જીવન ટકાવી રાખવા માટેનો ઓક્સિજન પણ તેમાં જળવાઇ રહેશે. દરમ્યાન હાલ સ્વચ્છતા જાળવવા માટે પૂજા સામગ્રી, પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુ પધરાવવાની મનાઇ ફરમાવાઇ છે. માત્ર અસ્થિ અને પીંડ પધરાવવાની છૂટ છે.

અન્ય સમાચારો પણ છે...