જૂનાગઢ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે 14 નવેમ્બર સુધીમાં કુલ 311 ફોર્મ ઉપડ્યા હતા. જોકે, તેમાંથી ભરાઇને 78 ફોર્મ પરત આવ્યા હતા. દરમિયાન 15 નવેમ્બરે ફોર્મ ચકાસણી થતા 78 માંથી 55 ફોર્મ માન્ય રહ્યા છે. માણાવદર બેઠક પર 8, જૂનાગઢ બેઠક પર 10, વિસાવદર બેઠક પર 7, માંગરોળ બેઠક પર 10 અને કેશોદ બેઠક પર 20 ફોર્મ મંજૂર થયા છે. આમ, 5 વિધાનસભા બેઠક પર 55 ફોર્મ મંજૂર થયા છે. જોકે, હવે 17 નવેમ્બર ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ત્યારબાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
કયા પક્ષના કેટલા ફોર્મ માન્ય રહ્યા ?
માણાવદરમાં કોંગ્રેસ 1, ભાજપ 1, બહુજન સમાજ પાર્ટી 1, આમ આદમી પાર્ટી 1 અને અપક્ષમાં 4 ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે જૂનાગઢમાં કોંગ્રેસ 1, ભાજપ 1, બહુજન સમાજ પાર્ટી 1, ભારતિય જન પરિષદના 1, આમ આદમી પાર્ટીના 1 અને અપક્ષના 5 ફોર્મ માન્ય રહ્યા છે. વિસાવદરમાં કોંગ્રેસ 1, ભાજપ 1,બહુજન સમાજ પાર્ટીના 1, આમ આદમી પાર્ટીના 1 અને અપક્ષના 3 ફોર્મ માન્ય રહ્યા છે.
કેશોદમાં બહુજન સમાજ પાર્ટીના 2, ભાજપના 2, કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 4, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 1 અને અપક્ષના 7 ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે માંગરોળમાં ભાજપ 1, કોંગ્રેસના 2,બહુજન સમાજ પાર્ટીના 1, આમ આદમી પાર્ટીના 3, ઓલ ઇન્ડિયા મજલીસ એતીહાદુલ મુસ્લિમીનના 1 અને અપક્ષના 2 ફોર્મ માન્ય રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.