જૂનાગઢ:માખિયાળાનાં પૂર્વ સરપંચ અને તલાટીએ 47 લાખની ઉચાપત કરી

માખિયાળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢનાં ટીડીઓએ બંને સામે ફરિયાદ નોંધાવી

ગામના પૂર્વ સરપંચ રમેશભાઇ વલ્લભભાઇ ગજેરા અને પૂર્વ તલાટી મંત્રી જી. આર. પરમાર સામે જૂનાગઢના ટીડીઓ એસ. એ. ચાવડાએ કુલ રૂ. 47,83,122 ની સરકારી નાણાંની ઉચાપત કર્યાની ફરીયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં એમ જણાવાયું છેકે, બંનેએ તા. 1 જાન્યુ. 2017 થી 26 મે 2020 દરમ્યાન 14 મા નાણાપંચના કામોની અને બચતની ગ્રાન્ટની રકમ અને બીજી રકમ યુટીસી અને સીસી રજૂ કર્યા વિના ઉપાડી લીધી હતી. અને પાછળથી ખોટું રેકોર્ડ પણ ઉભું કર્યું હતું. આ ગ્રાન્ટોના મોટાભાગના કામો સીસી પેવીંગ બ્લોકના હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બે આરોપી પૈકીના જી. આર. પરમાર હાલ ઝાલણસરના તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે.

વહિવટી કે તાંત્રીક મંજૂરી વિના રૂપિયા ઉપાડ્યા
આરોપીઓએ 2019-20 ના વર્ષની 20,09,172 રૂપિયા પૈકી અમુક કામો થયેલા જણાયા નહોતા. અમુકની તાંત્રિક કે વહિવટી મંજૂરી લીધી નહોતી. 

સહિમાં વિસંગતતા જણાઇ
બંનેએ આપેલા ખુલાસા સાથેના રેકર્ડમાં જેતે વખતના ટીડીઓ અને અધિક મદદનીશ ઇજનેરની સહીઓની ખરાઇ કરતાં વિસંગતતા જણાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...