સમીક્ષા:માણાવદર પંથકમાં ભાદર કાંઠાના 10 અસરગ્રસ્ત ગામોની પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ મુલાકાત કરી

માણાવદરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગ્રામજનો પાસેથી નુકસાનીની વિગતો જાણતા પૂર્વમંત્રી જવાહર ચાવડા - Divya Bhaskar
ગ્રામજનો પાસેથી નુકસાનીની વિગતો જાણતા પૂર્વમંત્રી જવાહર ચાવડા
  • ખેતરમાં થયેલા નુકસાન બદલ વળતર અપાવવા રાજ્ય સરકારને રજૂઆત કરીશઃ જવાહર ચાવડા

ભારે વરસાદ અને પુરના પાણી ફરી વળયાના પગલે જૂનાગઢ જીલ્‍લાના માણાવદર તાલુકાના ભાદર નદીના કાંઠે વસેલા અસરગ્રસ્‍ત બનેલા 10 ગામોની સ્‍થાનીક ઘારાસભ્‍ય જવાહરભાઇ ચાવડાએ આજરોજ રૂબરૂ મુલાકાત લીઘી હતી. તમામ ગામના ખેડૂતો-આગેવાનો પાસેથી નુકસાની અને મુશ્‍કેલીની વિગતો જાણી હતી. જેમાં દસેય ગામોની ખેતીની જમીનમાં પુરના પાણી ફરી વળ્યા હોવાથી ખેતીને ભારે નુકસાન થયુ હોવાનું જણાયેલ છે. જેથી ખેડૂતોને યોગ્‍ય વળતર મળે તે માટે આગામી દિવસોમાં ઘારાસભ્‍ય ચાવડા રાજય સરકારને રજૂઆત કરશે તેવી ખેડૂતોને ખાત્રી આપી હતી.

પ્રવાસ દરમ્‍યાન નુકસાન થયેલ ખેતરોનું નિરીક્ષણ કરતા પૂર્વમંત્રી ચાવડા
પ્રવાસ દરમ્‍યાન નુકસાન થયેલ ખેતરોનું નિરીક્ષણ કરતા પૂર્વમંત્રી ચાવડા

છેલ્‍લા દસેક દિવસથી વરસાદી માહોલમાં જૂનાગઢ જીલ્‍લા અને ઘેડ પંથક સહિત સૌરાષ્‍ટ્રભરમાં પડેલ ભારે વરસાદના પગલે અનેક નદીઓમાં પુર આવતા સેકડો વિસ્‍તારો અને ખેતરોમાં પાણી ફરી વળ્યાની સ્‍થ‍િતિ સર્જાય હતી. જેમાં માણાવદર પંથક સહિત ઉપવારમાં પડેલ ભારે વરસાદના લીઘે પંથકના વેણુ, મોજ અને ભાદર ડેમો છલકાઇ જતા તમામના દરવાજા એકી સાથે ખોલાવામાં આવેલ હતા. જેથી ડેમોમાંથી વહેતા પાણીના લીઘે ભાદર સહિતની નાની-મોટી નદીઓમાં પુર આવતા માણાવદર પંથકના વેકરી, ભીંડોરા, ગણા, ઇન્દ્રા, વડા, સરાડીયા, મરમઠ, ચીખલોદ્રા, દેશીંગા સહિતના દસેક જેટલા ગામોમાં નદીના પુરના વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને લઇ લોકો મુશ્‍કેલીમાં મુકવાવાની સાથે દસેય ગામની ખેતરોમાં વરસાદી પાણી ભરાય જતા સેકડો હેકટર ખેતીની જમીનનું મોટા પાયે ઘોવાણ થઇ ગયુ છે. જેના લીઘે ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે.

ગ્રામજનો પાસેથી નુકસાનીની વિગતો જાણતા પૂર્વમંત્રી ચાવડા
ગ્રામજનો પાસેથી નુકસાનીની વિગતો જાણતા પૂર્વમંત્રી ચાવડા

ત્‍યારે આજે માણાવદરના ઘારાસભ્‍ય જવાહરભાઇ ચાવડાએ વરસાદી પાણીથી અસરગ્રસ્‍ત બનેલા દસેય ગામોની રૂબરૂ મુલાકાતે નિકળયા હતા. સવારથી સાંજ સુઘીમાં તમામ ગામોમાં જઇ જે તે ગામના ખેડૂતો પાસેથી નુકસાની અને ખેતરો-પાકોની હાલની સ્‍થ‍િતિની વિગતો જાણી હતી. બાદમાં પંથકના ખેડૂતોને નદીઓના ફરી વળેલા પુરના પાણીની લીઘે થયેલ નુકસાન બાબતે વધુમાં વધુ વળતર મળે તે માટે રાજય સરકારમાં રજૂઆત કરવાની ખાત્રી આપી હતી. ઘારાસભ્‍યની આ મુલાકાતમાં માણાવદર તા.પં.ના પ્રમુખ નિરવભાઈ પાનસેરા, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ સવસાણી, મહામંત્રી જગદીશભાઈ મારૂ, કિરણભાઈ ચૌહાણ, જીવાભાઈ મારડીયા સહિતના સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...