શહેર કોંગ્રેસનાં પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, નવષાદભાઇ સોલંકી, નટવરલાલ પોકિયા સહિતનાએ એસપીને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં પૂર્વ મેયર લાખાભાઇ પરમારનાં પત્ર ધર્મેશભાઇપરમારની હત્યા થઇ છે. તેમની હયાતીમાં પોતાની સાથે અઘટિત ઘટના ઘટશે તે અંગે વારંવાર રજુઆત કરી હતી. તેઓ રાજકીય રીતે હરીફ પક્ષને આંખનાં કણાની જેમ ખટકતા હતાં. આ સંપૂર્ણ બનાવ કોઇ અંગત અદાવત નહીં પરંતુ રાજકીય અદાવતથી બન્યો છે. ભાજપનાં મોટા માથનાં નામ હોય કોઇ રાજકીય દબાણ વિના તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ છે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ આપનાં માર્ગદર્શનમાં થાય તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.