• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Former BJP Spokesperson Nupur Sharma, Who Made Controversial Remarks About Payangbar, Demanded Exemplary Punishment, Representation Of Sunni Muslim Community In Veraval

મુસ્લિમ સમાજમાં રોષ:પયંગબર અંગે વિવાદિત ટીપ્પણી કરનાર ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને દાખલારૂપ સજાની માગ, વેરાવળમાં સુન્ની મુસ્લિમ સમાજની રજૂઆત

ગીર સોમનાથ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળમાં ભાજપની પ્રવક્તા નુપુર શર્માના વિવાદીત નિવેદનને વખોડી દાખલારૂપ સજા કરાવવા માંગ કરી
  • સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી માંગ કરી

ભાજપની પૂર્વ રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્માએ કરેલા વિવાદીત નિવેદનને લઈ દેશભરમાં બખેડા સાથે મુસ્લિમ સમજમાં રોષ પ્રવર્તેલ છે. જેને લઈ વેરાવળમાં પણ વિવાદીત નિવેદનને વખોડી કાઢી તેના વિરોધમાં સુન્ની મુસ્લીમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવીપાઠવી મુસ્લિમ સમાજની લાગણી દુભાઇ હોય નિવેદન કરનારને દાખલારૂપ કડક સજા કરવાની માંગણી કરેલ છે.

વેરાવળમાં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના અ.રજાક, હાજી અ.મજીદ દિવાન, ઉપપ્રમુખ હાજી અલી મહમદ ખત્રી, નગરસેવક અફઝલ પંજા, બાબાભાઈ બેકરીવાળા, મૌલાના સરફરાઝ તુર્કી, મૌલાના સબબીર, હાફિઝ ઇમરાન, હાજી ગફાર ખાન, ઇમરાન રામશા, હસન જહાંગીર, યુસુફભાઈ પાકિઝા, હનીફભાઈ જીવા, હાજીભાઈ પંજા, હનીફ કાલવાત સહીતના દ્વારા પાઠવેલ આવેદન પત્રમાં જણાવેલ કે, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવકતા નૂપુર શર્માએ જે માનવતા અને ભાઈચારાની દુશ્મન છે કે જેણે ઇસ્લામના મહાન પયગંબર અને સમગ્ર દુનિયા માટે શાંતિ અને ભાઇચારા ના મસીહા માટે અપમાન જનક અભદ્ર ટિપ્પણી કરેલ છે તે વિરૂધ્ધ આવેદન આપેલ છે. આ વ્યક્તિ લોકતંત્ર માટે ખતરા સમાન છે જેને કડક મા કડક સજાની માંગ કરેલ છે.

વઘુમાં દેશની અને રાજય સરકારને રજૂઆત કરી ઇસ્લામ ધર્મ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર આવા અસામાજીક તત્વોથી દેશનું વાતાવરણ બગાડવાનું કામ કરી રહી છે. આ વિકૃત માનસિકતા ધરાવનાર અસામાજીક લોકોને દેશમાંથી હકાલપટ્ટી કરવી જોઈએ અને તેઓને કડક સજા કરી એક નમૂનારૂપ બને જેની નોંધ સમગ્ર ભારત દેશમાં લેવાય તેવું દષ્ટાંત ઉભું કરવાનું અંતમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...