નિયુક્તિ:રાષ્ટ્રિય શૈક્ષિક મહાસંઘના માધ્યમિક સંવર્ગોની રાજ્ય કારોબારી રચાઇ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ખાતે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રિય સંગઠન મંત્રીની ઉપસ્થિતી

મહેસાણા ખાતે માધ્યમિક સંવર્ગની બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રિય સંગઠન મંત્રી મહેન્દ્ર જી. કપૂર તેમજ માધ્યમિક સચિવ મોહનજી પુરોહિતની ખાસ ઉપસ્થિતી રહી હતી. પ્રાંત અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં માધ્યમિક સંવર્ગના અલગ અલગ સંવર્ગોની રાજ્ય કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય, સરકારી માધ્યમિક વિભાગ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક વિભાગની રાજ્ય કારોબારીની રચના કરાઇ હતી.

જેમાં માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ તરીકે રમેશભાઈ ચૌધરી (પાટણ), મહામંત્રી તરીકે આર. પી. પટેલ (અમદાવાદ), મંત્રી તરીકે પરાગભાઈ રાવળ, ઉચ્ચતર માધ્યમિકના અધ્યક્ષ તરીકે મિતેશભાઈ ભટ્ટ (સાંબરકાઠા), મહામંત્રી તરીકે કમલેશભાઈ પટેલ (ભાવનગર), આચાર્ય સંવર્ગમાં અધ્યક્ષ તરીકે ભાવિનભાઇ ભટ્ટ (ભાવનગર), મહામંત્રી તરીકે હરિહરસિંહ વાઘેલા (બોટાદ), મંત્રી તરીકે હિતેન્દ્રસિંહ રાઠોડની ઘોષણા કરાઇ હતી. એજ રીતે સરકારી માધ્યમિકમાં અધ્યક્ષ તરીકે વિજયભાઈ ખટાણા, મહામંત્રી તરીકે જીજ્ઞેશભાઇ પટેલ, સરકારી ઉચ્ચતર માધ્યમિકના અધ્યક્ષ તરીકે અનિલભાઈ રાઠવા (આણંદ), મહામંત્રી તરીકે જયદેવભાઇ શિશાંગિયા (જૂનાગઢ) ની ઘોષણા કરાઇ હતી. આ સિવાય જીતુભાઈ ખુમાણ (જૂનાગઢ)ની રાજ્યના ગ્રાન્ટેડના માધ્યમિક સંવર્ગના આંતરિક ઓડીટર તરીકે તથા રાકેશભાઈ પુરોહિતને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગમાં મંત્રી તરીકે જવાબદારી અપાઇ છે. આગામી સમયમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માધ્યમિક સંવર્ગનું સુકાન આ કાર્યકરો સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...