• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Formation Of Permanent Reconciliation Commission For Bhudevo From Today, New Service Of All Brahma Yuva Sangathan Associated With Various Service Activities.

કામગીરી:આજથી ભૂદેવો માટે કાયમી સમાધાન પંચની રચના, અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની નવી સેવા

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં ગુરૂવારથી ભૂદેવો માટેના કાયમી સમાધાન પંચની રચના કરાશે. ખાસ કરીને પારિવારિક ઝઘડાનો ઘરમેળે જ ઉકેલ આવે તે માટે આ પ્રયાસ હાથ ધરાયો છે. આ અંગે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન)ના સંસ્થાપક જયદેવભાઇ જોષીએ જણાવ્યું હતું કે, સંસ્થા દ્વારા વર્ષભર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જોકે, હાલના સમયમાં પારિવારિક ઝઘડા વધી ગયા છે. ત્યારે આર્થિક રીતે નુકસાની ન થવા સાથે ઘરમેળે જ ઉકેલ આવે તેમજ પરિવારને તુટતો બચાવવા માટે સમાધાન પંચની રચના કરવામાં આવશે.

ખાસ કરીને 17 ફેબ્રુઆરી સંસ્થાનો સ્થાપના દિવસ હોય ભૂદેવ કાયમી સમાધાન પંચની શરૂઆત 17 ફેબ્રુઆરી 2022ના સાંજના 6 વાગ્યે જે.બી. કોમ્પ્લેક્સ, હોટેલ સેફાયરની ઉપર, એસટી બસ સ્ટેશન નજીક કરવામાં આવશે. ભૂદેવના કાયમી સમાધાન પંચના ઉદ્ધાટન ગુરૂ ગોરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ, ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન જજ રિઝવાનાબેન બુખારી તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ અલ્પેશભાઇ ભટ્ટની ઉપસ્થિતીમાં કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા કાર્તિક ઠાકર, મનિષ ત્રિવેદી, કમલેશ ભરાડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું પી.સી. ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...