તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:આજે ફોર્મ ચકાસણી, અપક્ષ મુખ્ય પક્ષની રાહમાં

જૂનાગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ફોર્મ ચકાસણી અને ફોર્મ ખેંચવાનાં બે દિવસમાં ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવારને પોતાની તરફ લેવાની રણનીતી

જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષમાંથી ફોર્મ ભરવામાં આવ્યાં છે. સોરઠમાં 2079 ફોર્મ ભરાયા છે. તા. 15 ફેબ્રુઆરીનાં ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ફોર્મમાં ક્ષતી રહી હશે તેનાં ફોર્મ રદ થશે. તેમજ તા. 16 ફેબ્રુઆરીનાં ફોર્મ પરત ખેચવામાં આવશે. બાદ સ્થાનીક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. બાદ બરાબર ચૂંટણીનો જંગ જામશે. આ બે દિવસ ભાજપ અને કોંગ્રેસ મહેનત કરી બેઠકો બીનહરીફ કરવાનાં પ્રયાસ કરશે.

આ રણનીતી ઉપર બન્ને પક્ષો કામ કરશે. તેમજ દરેક બેઠકમાં અપક્ષમાંથી ફોર્મ ભરનાર ઉમેદવાર પર ભાજપ અને કોંગ્રેસની રાહ જોઇ રહ્યાં છે. મુખ્ય પક્ષનાં નેતા આવી તેની સાથે બેસી જાય તેવા પણ પ્રયાસ કરવામાં આવશે. કદાવર અપક્ષનાં ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવવા બેઠકોનો દોર શરૂ થશે. કોઇને કોઇ રીતે અપક્ષનાં ઉમેદવારનાં ફોર્મ પરત ખેંચાવવાની મથામણ કરવામાં આવશે.

અપક્ષમાં ફોર્મ ભરનાર ભાજપ-કોંગ્રેસનાં ઉમેદવાર સાથે સમાધાનનો વ્યુહ
ભાજપ અને કોંગ્રેસ દ્વારા ટિકીટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં કેટલા નારાજ થયા છે. નારાજ લોકોએ અપક્ષમાંથી ફોર્મ ભરી દીધા છે. અપક્ષમાંથી ફોર્મ ભરનારની સાથે સમાધાનનો વ્યુહ બન્ને રાજકીય પક્ષે કર્યો છે.

તાલાલા પંથકમાં ભાજપે પાયાનાં પથ્થરોને કોરાણે મુક્યાં
તાલાલા પંથકમાં ભાજપ પક્ષની સ્થાપના કરનાર પાયાનાં આગેવાનોની સેવા અને પરીશ્રમને ભાજપનું મોવડી મંડળ ભુલી જાતાં તાલાલા પંથકનાં કેસરીયામાં નારાજગી પ્રસરી છે. તાલાલા તાલુકાનાં રમળેચી ગામથી પંથકમાં ભાજપની સ્થાપના કરનાર પાટીદાર સમાદનાં અગ્રણી સ્વ. નાનજીભાઈ કણસાગરાનાં પરીશ્રમ અને સેવાને ભાજપનું મોવડી મંડળ ભુલી ગયું હોય તેવી પરિસ્થિતી જોવા મળે છે. છોડમાંથી વટવૃક્ષ બનાવનાર પાટીદારનાં પુત્રવધુએ રમળેચી બેઠક પરથી ટીકીટની માંગ કરી હતી. પરંતુ ભાજપના મોવડી મંડળે ટીકીટ કાપી નાખતા ભાજપનાં પાયાનાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. નેવુંના દશકનાં અંતે ભાજપને ઉભો કરનાર પાયાનાં આગેવાનનાં પરીવાર સાથે ભાજપનાં મોવડી મંડળે અપનાવેલ વ્યવ્હારની તાલાલા પંથકમાં આકરી ટીકા થઈ રહી છે.

યુવા ભાજપ પ્રમુખે રાજીનામું આપી કોંગ્રેસનાં ઉમેદવાર બન્યા
તાલાલા શહેરમાં નગરપાલીકાની ચુંટણી પુર્વે તાલાલા શહેર યુવા ભાજપનાં પ્રમુખ સુનીલ ગંગદેવએ પોતોના પક્ષના આગેવાનો કદર કરતા ન હોવાની લાગણી સાથ રજીનામું ધરી કોંગ્રેસમાં સામેલ થઈ પાલીકાની ચુંટણીમાં ઉમેદવાર બનતા ભાજપ મોવડી મંડળના કાર્યકર્તા તોડો જેવી નીતીની ટીકા થઈ રહી છે.

વોર્ડ નંબર 6માં કોંગ્રેસના બેનર ઉતરાવ્યા, મનપા તંત્ર દોડ્યું
જૂનાગઢના વોર્ડ નંબર 6માં મનપાએ કોંગ્રેસના બેનર ઉતરાવ્યા હતા. વોર્ડ નંબર 6માં કોંગ્રેસના લલીત પણસારા ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન આ વિસ્તારના આંબાવાડીમાં 2 એપાર્ટમેન્ટની વચ્ચે કોંગ્રેસના બેનર લગાવ્યા હતા. જોકે તેમ છત્તાં મનપાના અધિકારીઓએ આવી તમે કોર્પોરેશન અને પીજીવીસીએલની માલિકીની જગ્યામાં બેનર માર્યા છે તેમ કહી ઉતરાવી લીધા હતા. દરમિયાન આ અંગેની જાણ થતા ધારાસભ્ય ભીખાભાઇ જોષી દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક લોકોએ પણ આ મામલે રોષ પ્રગટ કરી ફરીથી બેનરો લગાવી દીધા હોવાનું કોંગ્રેસના ઉમેદવાર લલીત પરસાણાએ જણાવ્યું હતું.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો