બેદરકારી:કોરોના ભુલાયો ! મોટાભાગના લોકો માસ્ક નથી જ પહેરતાં

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવી જ બેદરકારી રહેશે તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો

કોરોનાનું સંક્રમણ ઓછું થયા બાદ કોરોના જાણે ચાલ્યો જ ગયો હોય તેમ નિયમોનું પાલન નથી થતું. કોરોનાથી બચવા માટે વેક્સિન ઉપરાંત માસ્ક, સોશ્યલ ડિસ્ટનસ પણ એટલું જ જરૂરી છે. પરંતુ કેસમાં ઘટાડો થયા બાદ લોકોએ એવું વિચારી લીધું હશે કે હાશ હવે કોરોના ગયો પણ નહીં હજુ પણ કેસ સામે આવી રહ્યાં છે.

તેમ છતાં અનેક લોકો આજે પણ માસ્ક વિના જ બજારમાં ફરતા જોવા મળી રહ્યાં છે. તેમજ સોશ્યલ ડિસ્ટનસનું પાલન પણ નથી થતું. લોકો જો સ્વૈચ્છીક જાગૃત થશે અને કોરોના ગાઈડ લાઈનનું પાલન કરતા થશે તો જ આપણે દેશ, રાજ્યને સંપૂર્ણ કોરોના મુક્ત કરી શકીશું. અત્રે ઉલ્લેખનીય છે, કે કોરોના સમયે જે રીતે લોકો સ્વૈચ્છીક જાગૃત રહી પોતે અને અન્ય લોકોને ગાઈડ લાઈન વિશે વાકેફ કરતા હતા. જેથી પણ કોરોના ચેન તોડવામાં ઘણો ફાયદો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...