વનમહોત્સવની તૈયારી:જૂનાગઢ-ગિર સોમનાથ જિલ્લાને હરિયાળો બનાવવા વન વિભાગનો પુરૂષાર્થ

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને જિલ્લામાં વિતરણ કરવા 30.78 લાખ રોપા તૈયાર
  • સામાજિક વનીકરણ દ્વારા 72માં વનમહોત્સવની તૈયારી

જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લામાં 73 માં વન મહોત્સવ- 2022 દરમિયાન ચાલુ વર્ષે વિતરણ કરવા માટે સામાજિક વનિકરણ વિભાગ, ગિર સોમનાથ દ્વારા વિવિધ જાતિના 30.78 લાખ રોપાઓ તૈયાર કરાયા છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં 21.03 લાખ અને ગિર સોમનાથ જિલ્લામાં 9.75 લાખ રોપાઓનો ચાલુ વર્ષે લક્ષ્યાંક છે.

વન વિભાગ દ્વારા વિવિધ રોપાઓનો ઉછેર કેન્દ્રોમાં ઉછેર કરાયો છે. વન વિભાગ દ્વારા જુદી જુદી જાતના બીજ વિતરણ કરવાનું પણઆયોજન છે. તેમજ આંગણવાડી, કૂપોષિત બાળકો, સગર્ભા સ્ત્રીઓના ઘર આંગણે ફળાઉ રોપા વાવેતર- વિતરણ કરવાની ઝૂંબેશ પણ ચાલી રહી છે. જૂનાગઢમાં 63 અને ગિર સોમનાથ જિલ્લામાં 32 ખાતાકીય નર્સરીઓ(રોપ ઉછેર કેન્દ્ર) આવેલા હોવાનું આરએફઓ લક્ષ્મણ સુત્રેજાએ જણાવ્યું હતું.

નાયબ વન સંરક્ષક, સામાજિક વનિકરણ વિભાગ, ગિર સોમનાથના વેરાવળના ડો. સોભિતા અગ્રવાલના જણાવ્યા અનુસાર વૃક્ષારોપણની પાવન કામગીરીને વ્યાપક, અસરકારક, સાર્વત્રિક અને લોકભોગ્ય બનાવવાના ઉદેશથી પ્રતિવર્ષ વન મહોત્સવ યોજાતા રહે છે. વન વિભાગ દ્વારા તેઓની વિવિધ નર્સરીઓમાં નીલગીરી, અરડુસો, લીમો, દેશી બાવળ, બંગાળી બાવળ, સાગ, ફળાઉ, ફૂલછોડ, તુલસી વગેરેના રોપાઓનો ઉછેર થાય છે.કેટલાક રોપાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. તો કેટલાંક ટોકન દરે વિતરણ કરાય છે.

અન્ય સમાચારો પણ છે...