તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીરગઢડા તાલુકાના ઇંટવાયા ગામે રહેતો શખ્સના પોતાના ધરમાંથી આંધળી ચાકરણ પ્રજાતિના (સાપ) નો આંતર રાજ્યમાં મોકલાવી વેપાર કરતો હોવાની બાતમી આધારે જશાધાર રેન્જના વનવિભાગ સ્ટાફએ આ શખ્સને તેમના ધરમાંથી ત્રણ સાપ મુદામાલ સાથે ઝડપી પાડેલ હતો. અને આ અંગેની વનવિભાગ દ્વારા ફરીયાદ નોધાવતા આજ રોજ આ શખ્સને કોર્ટમાં રજૂ કરાતા 6 દિવસના રીમાંન્ડ મંજૂર કરેલ છે.
ઇંટવાયા ગામે રહેતો જગદિશ મનુ વાડદોરીયા નામના શખ્સે આંધળી સાકળ નામના પ્રજાતિ (સાપ) નો આંતરરાષ્ટ્રીય અને આંતર રાજ્યોમાં મોકલાવી લાખો રૂપિયાનો વેપાર ધંધો કરતો હોવાની અંગેની બાતમી જશાધાર રેન્જના આર એફ ઓ જે જી પંડ્યાને મળતા ધારી પૂર્વ વનવિભાગના ડો. સુમન શર્મા, ડી સી એફ તથા એન જે પરમાર મદદનીશ વનવિભાગના માર્ગદર્શન હેઠળ વનવિભાગનો કાફલો જગદિશના ધરે પહોચી ગયા હતા. અને તપાસ કરતા પોતાના ધરમાં છુપાવેલ ત્રણ આંધળી ચાકરણ (સાપ) સાથે શખ્સને ઝડપી પાડેલ હતો.
અને તેની અટક કરી વધુ પુછપરછ કરવામાં આવતા આ આંધળી ચાકરણનો વેપાર કરતો હોય અને બહારના રાજ્યોમાં મોકલાવતો હોવાનું ખુલવા પામેલ છે. અને આ ત્રણ સાપની કિંમત રૂ. 75 લાખમાં બહારના રાજ્યમાં મોકલવા નક્કી કરેલ હોવાનુ બહાર આવતા વનવિભાગે જીણામાં જીણી વિગત મેળવી હતી. અને આ લાખો રૂપિયાનુ કોંભાંડ કોઇ એક શખ્સ દ્વારા થતુ ન હોય અને આ કોંભાંડમાં વધુ શખ્સોની સંડોવણી હોવાનો નકારી શકાતુ ન હોય હાલ વનવિભાગે જગદિશ મનુ વિરૂધ્ધ ફરીયાદ નોંધી ઉના કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે 6 દિવસના રીમાંન્ડ મંજૂર કર્યા હતા.
રીમાંન્ડ દરમ્યાન આ શખ્સે આંધળી ચાકરણ ક્યાથી પકડી અને કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે. અને આ આંધળી ચાકરણ કોને અને ક્યા આપવાની હતી. અને આ સાપ પકડવામાં કોણે મદદ કરી તેવા વિવિધ સવાલો વનવિભાગ સામે ઉભા થયેલ છે. ત્યારે આ કોભાંડના મૂળ સુધી પહોચવા વનવિભાગ કમળ કસી રહ્યુ છે.હતી. અને જશાધારા રેન્જના આર એફ ઓ પંડ્યા, આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આંધળી ચાકરણ (સાપ) ખરેખર શું છે?
આંધળી ચાકરણ એ સાપની એક પ્રજાતી છે. જે બે મોઢા ધરારવતો સાપ હોય છે. અને આંધળો હોય તેથી તેમને આંધળી ચાકરણ કહેવામાં આવે છે.આંધળી ચાકરણ (સાપ) મેલી વિદ્યામાં ઉપયોગમાં થાય છે. ત્રણ આંધળી ચાકરણ(સાપ) સાથે વનવિભાગે ઝડપી પાડેલ શખ્સને એક સાપના રૂ.25 લાખ એટલેકે 3 સાપના રૂ.75 લાખ મળવાના હતા. આંધળી ચાકરણ (સાપ) ને ઇંગ્લીશમાં રેડ સેન્ડ ગુઆ કહેવામાં આવે છે.અને તેનો ઉપયોગ મેલી વિદ્યામાં તેમજ દવા બનાવામાં કરવામાં આવેતો હોવાનું જાણવા મળ્યુ છે.
કૌભાંડના મૂળ સુધી પહોંચીશું - જે જી પંડ્યા
આ બાબતે જશાધાર રેન્જના આર એફ ઓ જે જી પંડ્યાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ આંધળી ચાકરણ (સાપ) વેચવાનું જે કોભાંડ સામે આવ્યુ છે. તેમના મૂળીયા ખુબજ ઉંડા હોય આ સમગ્ર કોભાંડની તપાસ કરી તેમના મૂળ સુધી પોહચીશું અને આ કોભાંડમાં એક કરતા વધુ શખ્સો હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.