તંત્રમાં સંકલનનો અભાવ:વન તંત્ર: પરિક્રમામાં 11.54 લાખ ભાવિકો, વહિવટીતંત્ર : ના, 12.43 લાખ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગિરનારની 36 કિમી જંગલમાં થતી લીલી પરિક્રમા પૂર્ણ થઇ: પરિક્રમાર્થીના આંકડા અંગે તંત્રમાં સંકલનનો અભાવ
  • વન વિભાગ કરતા જિલ્લા વહિવટી તંત્રના પરિક્રમાર્થીની સંખ્યા 90,145 વધુ !!સાચું કોણ? લોકોમાં ઉઠતો સવાલ

જૂનાગઢમાં યોજાયેલ ગિરનારની લીલી પરિક્રમા સંપન્ન થઇ છે. પરિણામે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, કેટલા પરિક્રમાર્થીઓ આવ્યા? તે બાબતે વન વિભાગ અને જિલ્લા વહિવટી તંત્રએ રજૂ કરેલા આંકડામાં જબ્બર ફરક હોય લોકો અચંબામાં પડી ગયા છે. સાથે સાચું કોણ ? તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના ગિરનારના 36 કિમી જંગલમાં લીલી પરિક્રમા યોજાઇ હતી. પ્રતિ વર્ષ આ પરિક્રમામાં લાખ્ખોની સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે. જોકે, અગાઉ કોરોનાના કારણે પરિક્રમા યોજાઇ ન હતી.

જ્યારે આ વર્ષે વરસાદ સારો થતા વર્ષ સારૂં જવાની આશા હોય સાથે કોરોનાના કેસ ન હોય ભાવિકોની સંખ્યામાં ભારે વધારો થવાની સંભાવના વ્યકત થઇ રહી હતી.દરમિયાન લીલી પરિક્રમા શરૂ થઇ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન પણ થઇ ગઇ. સાથે ભાવિકો પોતાના વતન ભણી રવાના પણ થઇ ગયા. હવે લીલી પરિક્રમામાં કેટલા ભાવિકો આવ્યા તેની ચર્ચા થાય તે વ્યાજબી છે. દરમિયાન વન વિભાગના ઇગલ વાયરલેસ સેન્ટર દ્વારા જણાવાયું છે કે, કુલ 11,52,855 ભાવિકોએ આવીને લીલી પરિક્રમા પૂર્ણ કરી છે.

બીજી તરફ જિલ્લા વહિવટી તંત્ર કહે છે કે, 12,43,000 ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે! ત્યારે બન્નેના આંકડામાં ઉડીને આંખે વળગે તેવો જબ્બર તફાવત જોવા મળી રહ્યો છે. આમાં, વન વિભાગ કરતા જિલ્લા વહિવટી તંત્રના 90,145 પરિક્રમાર્થીની સંખ્યા વધુ છે. ત્યારે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, આમાં સાચું કોણ? વન વિભાગ કે વહિવટી તંત્ર? શું વન વિભાગ ઓછા આંકડા દર્શાવવા માંગ છે કે, જિલ્લા વહિવટી તંત્ર વધારે આંકડા બતાવવા માંગે છે? ત્યારે આની પાછળનું કારણ શું તે પણ નવાઇ પમાડી રહ્યું છે.

કોણે ક્યાં આધારે આંકડા રજૂ કર્યા?
હાલમાંં પરિક્રમાર્થની સંખ્યામાં મોટો તફાવત હોય કોણે ક્યાં આધારે આંકડા રજૂ કર્યા
તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. દરમિયાન વન વિભાગ તો દર વર્ષે પરિક્રમાર્થીની ગણત્રી કરતું હોય છે અને તેના આધારે આંકડા રજૂ કરે છે. પરંતુ જિલ્લા વહિવટી તંત્રએ ક્યાં આધારે ગણત્રી કરી હશે? અથવા આ આંકડા કોણે આપ્યા હશે?એ સવાલ પણ અવગણી શકાય એવો તો નથી જ.

અન્ય સમાચારો પણ છે...