તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપી ઝડપાયો:વેરાવળ જીઆઇડીસીમાંથી સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીયને મઘ્‍યપ્રદેશથી ઝડપી લેવાયો

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપી સામે અપહરણ અને પોકસો હેઠળ ગુનો નોંઘી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ભગાડી ગયેલા શખ્સને મધ્યપ્રદેશ ખાતેથી પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યયવાહી હાથ ઘરી છે. આ શખ્સ સામે અપહરણ તથા પોકસો હેઠળનો ગુનો નોંધાયો હતો.

આ અંગે સીટી પીઆઇ ડી.ડી.પરમારે માહિતી આપતા જણાવ્યું કે, વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાંથી ગત તા.11/1/2021 ના રોજ સગીર વયની દીકરીને સાથે મચ્છીનો કામ- ધંધો કરતો શખ્‍સ સની કોલીયા ગોદડીયા રહે.મધ્યપ્રદેશવાળો લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી મધ્યપ્રદેશ ખાતે ભગાડી ગયો હતો. જે અંગે વેરાવળ પાલીસમાં સગીરાના વાલીએ ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે આરોપીને ઝડપી લેવા પીએસઆઇ બી.એન.મોઢવાડીયા સહિતના સ્‍ટાફની એક ટીમને તપાસ અર્થે મધ્યપ્રદેશ મોકલવામાં આવેલ હતા. જયાં ટીમએ તપાસ હાથ ધરી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કાલીદેવી પોલીસના હદ વિસ્તારમાંથી આરોપી સુનિલ ઉર્ફે સની કોલીયાભાઇ ગોદડીયા રહે. શિંઘાડા, તા.માનવર જી.ધાર-મઘ્‍યપ્રદેશવાળાને તથા ભોગ બનનારને ઝડપી લેઇ અત્રે વેરાવળ ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને ઝડપનાર ટીમમાં દેવદાનભાઇ, વજુ ઉગાભાઇ, પ્રવિણ ગોવિંદભાઇ રાધિકા જેશીંગભાઇ, કુસુમ નાથાભાઇએ ફરજ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો