કાર્યવાહી:વેરાવળના વડોદરો ડોડીયા ગામેથી બુટલેગરના ઘરમાંથી રૂ.1.87 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વેરાવળ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂના જથ્‍થાની ફાઇલ તસ્‍વીર - Divya Bhaskar
દારૂના જથ્‍થાની ફાઇલ તસ્‍વીર
  • પોલીસે બુટલેગરની અટકાયત કરી મહેસાણાના મુખ્ય સુત્રધારને પકડવા ચક્રો ગતિમાન કર્યાં

રાજ્યમાંથી કોરોનાનું સંક્રમણ ઘટતાં સરકારે જેવું છુટછાટ આપી કે બુટલેગરો બેખોફ બન્યાં છે. જાણે કે તેમને કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ વિદેશી શરાબની ખેપ મારી રહ્યાં છે. ત્યારે વેરાવળમાં બાતમીના આધારે સોમનાથ મરીન પોલીસે બુટલેગરના ઘર જ રેડ કરીને રૂપિયાં એક લાખ 87 હજાર 200ની કિમંતનો ત્રણ હજાર 744 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો મહેસાણાના બુટલેગરે મોકલ્યો હોવાનું પોલીને ધ્યાને આવતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

વેરાવળ પંથકમાં વિદેશી દારૂનો જથ્‍થો ઉતર્યો હોવાની પોલીસને મળેલ માહિતી આધારે સોમનાથ મરીન પોલીસે અંદરખાને તપાસ શરૂ કરી હતી. જેમાં મળેલી સચોટ બાતમીના આધારે મરીન પોલીસના સ્‍ટાફે વેરાતળ તાલુકાના વડોદરા ડોડીયા ગામે રહેતા બુટલેગર જીવા કાના વાળાના રહેણાંક મકાન ઉપર દરોડો પાડ્યો હતો. રૂપિયાં એક લાખ 87 હજાર 200ની કિમંતનો ત્રણ હજાર 744 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

આ દારૂના જથ્‍થા સાથે મકાન માલિક બુટલેગર જીવા કાના વાળાનો મોબાઇલ મળી કુલ રૂ.1.87 લાખના મુદામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી. જેમાં પકડાયેલો દારૂનો જથ્થો મહેસાણાના ગૌરાગ પ્રહલાદ રાવલ નામના શખ્સ પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી મહેસાણાના ગૌરાંગને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...