તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિશિલ્ડનો જથ્થો અપૂરતો મળ્યો:જૂનાગઢમાં સતત બીજા દિવસે કોરોના વેક્સિનને લઇ લોકોને થયા ધક્કા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રથમ ડોઝ લેનાર લોકોને કો વેક્સિનના ડોઝ અપાયા હતા. જ્યારે કોવિશિલ્ડનો જથ્થો મર્યાદીત હોવાથી બીજા ડોઝ માટે આવેલા માત્ર 20 લોકોને જ રસી આપવામાં આવી હતી. - Divya Bhaskar
પ્રથમ ડોઝ લેનાર લોકોને કો વેક્સિનના ડોઝ અપાયા હતા. જ્યારે કોવિશિલ્ડનો જથ્થો મર્યાદીત હોવાથી બીજા ડોઝ માટે આવેલા માત્ર 20 લોકોને જ રસી આપવામાં આવી હતી.
  • વેક્સિનનો જથ્થો મર્યાદિત હોવાથી કેમ્પ રદ થયા
  • ત્રણ હજાર જેટલા લોકોને વેક્સિન અપાઇ : કોવિશિલ્ડનો જથ્થો ઓછો આવતો હોવાથી એક સેન્ટર પર માત્ર 20 ડોઝ જ આપવામાં આવે છે

જૂનાગઢ શહેરમાં શુક્રવારે બપોર સુધીમાં વેક્સિનનો જથ્થો પૂર્ણ થઇ ગયો હતો. જેને લઇને સેન્ટરને તાળા મારવા પડ્યા હતા. બીજા દિવસે પણ આજ સ્થિતીનું નિર્માણ થયું હતું. ખાસ કરીને કોવિશિલ્ડનો અપૂરતો જથ્થો મળતો હોવાના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. અને ધક્કા થઇ રહ્યા છે.

રાજ્ય સરકારે મહા અભિયાન શરૂ કર્યું છે. હોંશે હોંશે અભિયાન તો શરૂ કરી દીધું. પરંતુ પૂરતો જથ્થો ન મળતો હોવાના કારણે લોકોને પરત ફરવું પડે છે. જૂનાગઢ શહેરમાં મનપા દ્વારા 20 જેટલા સેન્ટર પર વેક્સિન આપવામાં આવે છે. તેમજ સામાજીક સંસ્થાને પણ તેમ કરવા કહેવાયું હતું. પૂરતો જથ્થો ન હોવાને કારણે સામાજીક સંસ્થાઓએ કેમ્પ રદ કરવાની ફરજ પડી છે. જૂનાગઢમાં શનિવારે પણ આ સ્થિતીનું નિર્માણ થયું હતું. વેક્સિનનો જથ્થો આવ્યો હતો પણ મર્યાદિત હતો.

3 હજાર જેટલા લોકોને વેક્સિન આપી શકાઇ હતી. તેમાં પણ કોવિશિલ્ડનો જથ્થો ઓછો આવે છે. એક સેન્ટરને માત્ર 20 ડોઝ જ આપવામાં આવે છે. જેના કારણે બીજા ડોઝ માટે આવતા લોકોને પરત જવું પડે છે. અને તેમને પ્રથમ ડોઝ પછીનો સમય પણ વધી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં પૂરતા પ્રમાણમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનનો જથ્થો મળે એવી માંગ ઉઠી છે.

રજીસ્ટ્રેશન કરેલા માત્ર 20 લોકોને જ કોવિશિલ્ડ રસી આપવામાં આવી રહી છે
ટીંબાવાડી, મધુરમ પીએચસીમાં જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તેવા માત્ર 20 લોકોને જ રસી આપવામાં આવી રહી છે. જેથી અગાઉ રજીસ્ટ્રેશન કરવામાં અસફળ રહેલા લોકો રસી મેળવી શક્યા ન હતા. છેલ્લે લોકોએ પોતાનો વિસ્તાર છોડી અન્ય સેન્ટર પર રસી લેવા માટેની ફરજ પડી રહી છે. બીજો ડોઝ મેળવવા માટે ત્રણ સેન્ટર પર ધક્કા થયા હતા આખરે ટાઉન હોલ ખાતે વેક્સિન મળી હતી. > 》અશોકભાઈ ગોહેલ

છેલ્લા 2 દિવસથી વેક્શિન માટે ધક્કા થયા બાદ આજે બીજો ડોઝ મેળવ્યો
​​​​​​​ઘર નજીક અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્શિન ન હોવાથી 2 દિવસથી ધક્કા થતાં હતાં. આજે ટાઉન હોલમાં વેક્શિન લીધી હતી. વેક્સિનેશન સેન્ટર પર વેક્શિન લેવા આવતા લોકો માટે પાણી તેમજ દવા સહિતની જરૂરી વ્યવસ્થા સરકારે ઊભી કરવી જોઈએ. નજીકના સેન્ટર પર વેક્સિન મળી રહે તેવું આયોજન કરવું જોઇએ. > 》ઓડેદરા રમેશ નાથાભાઈ

​​​​​​​વેક્સિનેશન સેન્ટર પર જરૂરી દવાનો જથ્થો ખાલી
જૂનાગઢ શહેરમાં મોટાભાગના વેક્સિનેશન સેન્ટર પર જરૂરી દવાનો જથ્થો ખાલી થઈ ગયો છે. સામાન્ય રીતે વેક્શિન લીધા બાદ પેરાસીટામોલ નામની દવા લોકોને આપવામાં આવે છે. હાલ છેલ્લા 3 દિવસથી દવા ન હોવાથી લોકોને બહારથી લેવાની ફરજ પડી રહી છે. પૂરતી દવા તેમજ વેક્સિનનો સ્ટોક રાખવામાં સરકાર નિષ્ફળ રહી હોય તેવું સાબિત થઈ રહ્યું છે.

ઓનલાઇન બુક કરાવ્યા પછી કોઇ આવતું નથી
વેક્સિનેશન સેન્ટરમાં ઓનલાઇન અને ઓફલાઇન બંને લોકો માટે રસીનો જથ્થો આવે છે. પણ ઓનલાઇન બુકીંગ કરાવ્યા પછી બહુ ઓછા લોકો એ દિવસે હાજર રહે છે. આથી એ વખતે રસીનો જથ્થો હોવા છત્તાં પણ ઓનલાઇનવાળાના વાંકે ઓફલાઇન આવેલા લોકોને રસી આપી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...