હવામાન:સતત બીજા દિવસે પણ 6 કિમીથી વધુની ઝડપે ઠંડાગાર પવન ફૂંકાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોકોને ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લેવો પડ્યો
  • ગુરૂવારે પવનની ઝડપ 6.3 કિમી પ્રતિ કલાક રહી હતી

શહેરમાં શિયાળાની ઋતુની જાણે જમાવટ થઇ હોય તેમ સતત બીજા દિવસે પણ ઠંડાગાર પવન ફૂંકાતા શહેરીજનો કાતીલ ઠંડીથી ધ્રુજી ઉઠ્યા હતા. જૂનાગઢમાં બુધવારે પવનની ઝડપ 6.1 કિમીની રહી હતી. જ્યારે ગુરૂવારે પણ પવનની ઝડપ 6.3 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. આમ, દિવસભર ઠંડા પવન ફૂંકાતા શહેરીજનોને ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો.

ગુરૂવારે લઘુત્તમ 16, મહત્તમ 27 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 31 ટકા અને બપોર બાદ 21 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 6.3 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી. દરમિયાન હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે જેથી લોકોને આકરી ઠંડીનો સામનો કરવો પડશે. ઠંડીનું જોર વધતા ગરમ કપડાનું વેંચાણ કરતા વેપારીને ત્યાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...