ઉજવણી:છેલ્લા 50 વર્ષથી માત્ર 2 દ્રવ્યોથી જ આયંબિલ તપ કરતા સાધ્વી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પર્યુષણ પર્વના તપોત્સવ બાદ તપસ્વીઓના પારણાત્સવની ઉજવણી

ગિરનારની પાવન ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસૂરિજી મહારાજ અને પદ્મદર્શન વિજયજી મહારાજની પાવન નિશ્રામાં પર્યુષણ પર્વની ઉજવણી કરાઇ રહી છે. દરમિયાન તપોત્સવ પછી તપસ્વીઓના પારણાત્સવની ઉજવણી કરવામાં આવી હતી. 8 માસક્ષમણ, 16 ઉપવાસ, 10, 11, 9, 8 અને અઠ્ઠમ વગેરે તપની સુંદર આરાધનાનું વર્તુળ જામ્યું હતું.

તપસ્વીના પારણાં પ્રસંગે પદ્મદર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, કલાપૂર્ણસૂરિજી મહારાજના સમુદાયના તપ પ્રભાવિકા સાધ્વીવર્યા હંસકિર્તિજીની 365મી વર્ધમાન તપની આયંબિલની ઓળીના પારણાંનો લાભ પણ સીતાબેન કાંતિલાલ શાહ (અનાવલ વાળા)પરિવારને મળ્યો છે. દરમિયાન છેલ્લા 50 વર્ષથી આ સાધ્વીવર્યા માત્ર 2 દ્રવ્યોથી જ આયંબિલ તપ કરી રહ્યા છે. 6 વિગઇમાંથી 4 વિગઇનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે. એમાંપણ પારણાં વખતે માત્ર ગોળનું પાણી સિવાય તેઓ કંઇ લેતા જ નથી! પવિત્રના પુંજ સમાન ગિરનાર તિર્થમાં અનેક શ્રાવક, શ્રાવિકાઓએ બ્રહ્મચર્ય વ્રતને આજીવન સ્વિકાર્યું છે.

અન્ય સમાચારો પણ છે...