ચિત્ર પ્રદર્શન:જૂનાગઢમાં પ્રથમવાર કલાના રસથાળ સમાન ગ્રુપ આર્ટ એક્ઝિબિશનને કલેક્ટરના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ

જુનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોટર કલર, પેપર, પેન્સિલ વડે રાજ્યના 16 પ્રખ્યાત કલાના કસબીઓએ તૈયાર કરેલ કલાત્મક અદભુત કૃતિઓ
  • ચિત્ર પ્રદશની કલારસિકો 5 મી જુન સુધી નિહાળી શકશે

જૂનાગઢમાં વોટર કલર, પેપર, પેન્સિલ વગેરે દ્વારા તૈયાર કરાયેલા કલાના બેનમૂન સ્કેચ-ચિત્રો જોવાનુ અમુલ્ય મોકો સમાજ ચિત્ર પ્રદશનીનું આયોજન કરાયેલ હતુ. જેમાં રાજ્યના 16 જેટલા પ્રખ્યાત કલાના કસબીઓએ કલા-કૃતિઓ તૈયાર કરી છે જે પ્રદર્શનીમાં મુકવામાં આવી છે. જૂનાગઢના ઓપેરા મ્યુઝિયમ હાઉસ ખાતે ગ્રુપ આર્ટ એક્ઝિબિશનનો આજરોજ જિલ્લા કલેક્ટર રચિત રાજે પ્રારંભ કરાવ્યો હતો. આગામી 5 જુન એટલે કે હજુ બે દિવસ ક્લારસીકો લ્હાવો લઈ શકશે.

કાર્યશાળા સંસ્થાના ગૌરાંગ વાઢેર કહે છે કે, મોટાભાગે આ પ્રકારના ગ્રુપ આર્ટ એક્ઝિબિશન મુંબઈ, દિલ્હી, અમદાવાદ, વડોદરા જેવા મહાનગરોમાં યોજાતા હોય છે. પરંતુ આ આધુનિક કલાથી જૂનાગઢ જેવા શહેરના લોકો પણ પરિચિત થાય અને એક કલા સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થાય તે માટે આ ચિત્ર પ્રદર્શની અહીં યોજવામાં આવી છે. આ કલાત્મક ચિત્રો કૃતિઓ ગુજરાતમાં 16 જેટલા જાણીતા ચિત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવી છે જે બધા જ રાષ્ટ્રીય સ્તરના આર્ટિસ્ટ છે. આ પ્રદર્શનીમાં રજૂ કરાયેલા ચિત્રો એકાદ વર્ષ પહેલા પ્રકૃતિના સાનિધ્યમાં તૈયાર કરવામાં આવ્યા હતા. કાગળના માવા વડે તૈયાર કરાયેલ કલાત્મક કૃતિઓ, મેની ક્વિન એટલે કે શોરૂમ બહાર જે પૂતળા હોય તે શો-પીસમાંથી ઉપરાંત પોસ્ટ કાર્ડ, પેપર વર્ક, એબ્સ્ટ્રેકટ આર્ટ સહિતની આધુનિક કળાની સાંકળતી કૃતિઓ અહીં રજૂ કરવામાં આવી છે.

આર્ટિસ્ટ ઘનશ્યામ રાઠોડ પેપર વર્ક વડે તૈયાર કરી જૂનાગઢ શહેરની માર્મિક કૃતિઘનશ્યામ રાઠોડે પેપર વર્ક વડે જૂનાગઢ શહેરની ધાર્મિક કૃતિ તૈયાર કરી છે જેમાં તેમણે સદીઓ પુરાણા જૂનાગઢ, આજના આધુનિક જૂનાગઢ અને તેના આધ્યાત્મિક મહત્વને સાંકળીને પેપર વર્ક વડે માર્મિક રીતે રજૂ કર્યું છે. આ ઉપરાંત તેમણે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની માયાજાળમાં ગૂંચવાયેલા માનવીને આગવા સ્વરૂપમાં પેપર વર્ક વળે રજૂ કરવામાં આવ્યો છે. કોરોના મહામારીએ મનુષ્યનો અહંકાર ઓગાળી નાખ્યો છે. તેને લક્ષ્યમાં રાખીને દેવો ધરતી પર નિવાસ કરવા આવ્યા છે ત્યારે આ દેવો ના ઘર કેવા હોય ? તેવા ઘરોને ઘનશ્યામભાઈએ કાલ્પનિક અને કલાત્મક રીતે રજૂ કર્યા છે.

ગૌરવ પુરસ્કાર વિજેતા જયેશ શુક્લના ચિત્રો સંદેશ આપે છે: પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીએગૌરવ પુરસ્કાર વિજેતા જયેશભાઈ શુક્લ પોતે કરેલા ચિત્રોની વિભાવના સ્પષ્ટ કરતાં જણાવે છે કે, વરસાદ લાવશો આપણે તો બચીશું, આ સાથે સમગ્ર સૃષ્ટિ અને મૌન પશુ-પક્ષીઓ પણ જીવશે. આપણા પૂર્વજો જેમ પ્રકૃતિ સાથે કદમ મિલાવીને જીવન વ્યાપન કરતા હતા અને ખૂબ ઓછા ભૌતિક પદાર્થો સાથે નીર કરતા હતા તે ખરેખર સાચી જીવનશૈલી છે આપડે આપણે પ્રકૃતિને યેનકેન પ્રકારે હાનિ પહોંચાડી છે ત્યારે વૃક્ષ- પર્યાવરણ બચાવીએ અને પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીએ.

અન્ય સમાચારો પણ છે...