દર વર્ષે ઉનાળામાં ગીર જંગલમાં સિંહ-દીપડાનો ખોરાક ગણાય એવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કેટલી છે તેનો અંદાજ વનવિભાગ દ્વારા મેળવવામાં આવે છે. જેમાં આ વર્ષે દરિયાઇ વિસ્તારોમાં પણ તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કેટલી છે એની પણ ગણતરી કરવામાં આવનાર છે.
આ અંગેની વધુ વીગતો આપતાં સાસણનાં ડીએફઓ ડો. મોહન રામે જણાવ્યું છેકે, એશિયાટીક લાયન લેન્ડસ્કેપમાં જુદા જુદા વનવિસ્તારોમાં નક્કી કરેલા રૂટો પર વાહન અને ચાલીને ગણતરી કરાશે. આ કામગીરી 5 તબક્કે કરાશે. જેમાં સવારે 6 થી બપોરે 3 વાગ્યા સુધી ફિલ્ડ વર્ક અને બાદમાં ડેટાનું સંકલન કરાશે. પ્રથમ તબક્કામાં ગીર વન્યજીવ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન, પાણીયા વન્યજીવ અભયારણ્ય, મિતીયાળા વન્યજીવ અભયારણ્યનો સમાવેશ થશે.
બીજા તબક્કામાં ગીરના રક્ષિત વિસ્તારોની આસપાસની અનામત અને બીન અનામત વીડીઓનો સમાવેશ કરાયો છે. ત્રીજા તબક્કામાં ગીરનાર અભયારણ્ય એન જૂનાગઢ વનવિભાગમાં જૂનાગઢની અનામત અને બિન અનામત વીડીનો સમાવશે થાય છે. ચોથા તબક્કામાં ભાવનગરની અનામત અને બિન અનામત વીડીનો સમાવેશ કરાયો છે. જ્યારે પાંચમા તબક્કામાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગણતરી કરાશે.
આ સમગ્ર કાર્યક્રમ ગઇકાલ તા. 8 મેથી શરૂ થઇ ચૂક્યો છે. અને અગામી 20 મે સુધી ચાલશે. આ કામગીરીમાં કુલ 9 પ્રજાતિના વન્ય પ્રાણીઓ જેવાંકે, ચિત્તલ, સાબર, નીલગાય, ચૌશિંગા, ચીંકારા, કાળિયાર, જંગલી ભૂંડ, વાંદરા અને મોરની ગણતરી કરાશે.
સિંહના વિસ્તારોમાં વસતા બીજા માંસાહારી પ્રાણી
એશિયાટીક લાયન લેન્ડ સ્કેપમાં 5 સંરક્ષિત વિસ્તારોમાં સસ્તન વર્ગનાં 30 વન્ય પ્રાણીઓની પ્રજાતિનું આ ઘર છે. જેમાં સિંહ અને દીપડો મુખ્ય માંસાહારી પ્રાણીઓ છે. મધ્ય અને નાના માંસાહારી પ્રાણીઓમાં સોનેરી શિયાળ, લોંકડી, વરૂ, ઝરખ, જંગલી બિલાડી, કાટ-વરણી ટપકાવાળી બિલાડી, ઘોરખોદિયું, નોળિયો અને વીજનો સમાવેશ થાય છે.
સિંહના વિસ્તારોમાં વસતા બીજા માંસાહારી પ્રાણી | એશિયાટીક લાયન લેન્ડ સ્કેપમાં 5 સંરક્ષિત વિસ્તારોમાં સસ્તન વર્ગનાં 30 વન્ય પ્રાણીઓની પ્રજાતિનું આ ઘર છે. જેમાં સિંહ અને દીપડો મુખ્ય માંસાહારી પ્રાણીઓ છે. મધ્ય અને નાના માંસાહારી પ્રાણીઓમાં સોનેરી શિયાળ, લોંકડી, વરૂ, ઝરખ, જંગલી બિલાડી, કાટ-વરણી ટપકાવાળી બિલાડી, ઘોરખોદિયું, નોળિયો અને વીજનો સમાવેશ થાય છે. આ સાધનોનો ઉપયોગ થશે | તૃણાહારી પ્રાણીઓની ગણતરી માટે લેઝર રેન્જ ફાઇન્ડર, જીપીએસ સેટ, દુરબીન જેવા સાધનોનો ઉપયોગ કરાશે. તેઓ નિયત રૂટ પર જઇ નમુના પત્રક પ્રમાણે ડેટા એકત્રિત કરશે.તૃણાહારી પ્રાણીઓની ગણતરી માટે લેઝર રેન્જ ફાઇન્ડર, જીપીએસ સેટ, દુરબીન જેવા સાધનોનો ઉપયોગ કરાશે. તેઓ નિયત રૂટ પર જઇ નમુના પત્રક પ્રમાણે ડેટા એકત્રિત કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.