તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Following The Forecast Of A Possible 'Toukte' Hurricane, Gir Somnath District System Became Sabdu, Signal Number One Was Installed At Veraval Port.

એલર્ટ:સંભવિત 'તૌકતે' વાવાઝોડાની આગાહીના પગલે ગીર સોમનાથ જિલ્લા તંત્ર સાબદું બન્યું, વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરિયામાં ગયેલી જિલ્લાની 1072 બોટને પરત લાવવા કવાયત હાથ ધરાઈ

અરબી સમુદ્રમાં સંભવિત આકાર પામી રહેલા “તોકતે” વાવાઝોડા અંગે સોમનાથ વિસ્તારમાં તંત્ર એલર્ટ બની તા.16 થી તા.19 દરમ્યાન કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સાબદું બન્યું છે. અરબી સમૂદ્રમાં સર્જાય રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઇ વેરાવળ બંદર પર ભય સૂચક સિગ્નલ નં. 1 લગાવેલ છે અને માછીમારોને દરીયો ન ખેડવા તેમજ સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે.

'તૌકતે' વાવાઝોડાની સંભવિત અસરના પગલે માછીમારોને એલર્ટ કરાયેલ હોય તેમજ હજુ પણ ગીર સોમનાથ જીલ્લાની 1072 જેટલી ફિશિંગ બોટ દરીયામાં હોય તે તમામ બોટ સુધી પરત આવવાનો મેસેજ કન્વે કરાયેલ છે અને ફિશરીઝ વિભાગ દ્વારા બંદર પર માછીમાર આગેવાનો સાથે સંકલન કરી કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વેરાવળ નજીકના જાલેશ્વર, હિરાકોટ, સુત્રાપાડા, ધામલેજ, મુલદ્વારકા, માઢવાડ, કોટડા, બંદરની ફિશિંગ બોટો હજુ દરીયામાં હોવાથી ફિશરીઝ વિભાગ દ્વારા તમામ બોટોને નજીકના બંદર પર બોટો લંગારી દેવા સૂચના આપવામાં આવેલ છે.

આ અંગે ફીશરીઝ અધિકારી એસ.એન.સુયાણીએ જણાવેલ કે, સમગ્ર જીલ્લામાં 8941 બોટો છે. જેમાંથી સીઝન નબળી હોવાથી મોટા ભાગની બોટો તો કિનારે જ છે પરંતુ હજુ હોડીઓ તથા બોટો દરીયામાં છે તેને તુરત કિનારે પરત આવી જવા સંદેશાઓ અને અગ્રણીઓને જાણ કરવા કાર્યવાહી ચાલી રહી છે જેમાં હોડી સ્થાનિક માછીમારી કરતી હોય છે. જે સવારે નિકળી સાંજે પરત ફરતી હોય છે. બોટ ફીશીંગમાં ત્રણ-ચાર દિવસ દરિયામાં ટ્રીપ કરી બાદમાં આવતી હોય છે. કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાઇ રહ્યો છે.

મામલતદાર ચાંદેગરા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ સંસ્થાઓ અને સૂચિત આશ્રય સ્થાનોના રોડમેપ તૈયાર કરી દીધેલ હોય અને જીલ્લા ડીઝાસ્ટર પણ જીલ્લા કલેક્ટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જીલ્લાની તમામ કચેરીઓને વાવાઝોડું આવે તો શું કરવું તેમજ સરકારની પ્રોટોકોલ મુજબની સુચનાઓ પહોંચાડી દેવામાં આવેલ હોય અને વાવાઝોડાની સંભવિત તારીખ પહેલાં સજ્જ સાબદુ બનેલ છે.

અન્ય સમાચારો પણ છે...