તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઇશાપુરની સીમમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

જૂનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે 67,750નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી

તાલુકા પોલીસે ઇશાપુર ગામેથી જુગાર રમતા 5 શખ્સોને 67,750ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જુગારની બદીને નાબુદ કરવા ખાસ સૂચના અપાઇ છે. દરમિયાન જૂનાગઢ તાલુકાના ઇશાપુર ગામની સીમમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળતા તાલુકા પીએસઆઇ એસ.એન. સગારકા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન 1 મહિલા સહિત 5 લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે જુગાર સ્થળ પરથી રોકડા 11,250, મોબાઇલ નંગ 4 કિંમત 6,500, મોટર સાઇકલ નંગ 3 કિંમત 50,000 મળી કુલ 67,750નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા 5 જુગારી પૈકી પસવાડાના ઉનડભાઇ હનુભાઇ ભાટી સામે દારૂ અને જુગારના મળી કુલ 3 ગુના નોંધાયા છે. જ્યારે છોડવડીના રવજીભાઇ ઘેલાભાઇ દાફડા સામે જુગારના 3 ગુના દાખલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો