તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશોદ તાલુકાના અગતરાય ગામે આવેલા બાગ વિસ્તારમાં દુકાન ભાડે રાખી બાંટવાનાં રવીભાઈ મનુમલ પુંજાઈ એલઈડી સ્ક્રીન પર આંક ફેરનો પૈસાથી હારજીતનો જુગાર રમાડી રહ્યો હતો. એ સમયે બાતમીના આધારે કેશોદ પોલીસ રેડ કરી પાંચ આરોપીઓ ને અડધા લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યાં મુજબ તાલુકાના અગતરાય ગામે બાગ વિસ્તારમાં રવીભાઈ મટુમલ પુંજાઈ એચ.એસ.ઓનલાઈન માર્કેટિંગ પ્રા.લી. નામની કંપનીની આડમાં કોઈપણ જાતના ચાંદીના સિક્કાનો સ્ટોક રાખ્યાં વગર નામદાર કોર્ટનાં હુકમ વિરુદ્ધ રોકડ રૂપિયાથી જુગાર રમાડતાં હોવાની બાતમીના આધારે રેડ કરી રવીભાઈ મટુમલ પુંજાઈ રહે.બાંટવા, સાવનભાઈ રમેશભાઈ મારડીયા રહે.અગતરાય, ચંદુભાઈ ખીમજીભાઈ ગોહેલ રહે.અગતરાય, જેન્તિભાઈ વીરાભાઇ દાફડા રહે. અગતરાય, અજયભાઈ ભીખાભાઈ દાફડા રહે.અગતરાયની અટક કરી રોકડા રૂપિયા 20,500 સાથે મુદામાલ મળીને કુલ રૂપિયા ૫૫,૨૦૦/- કબજે કરી જુગાર ધારાની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
કેશોદના અગતરાય ગામે એલઈડી સ્ક્રીન પર હારજીતનો જુગાર ઝડપી પાડવામાં કેશોદ શહેરના ઇન્ચાર્જ પીઆઇ એન.બી.ચૌહાણ અને સ્ટાફના કનકરાય બોરીચા, કિરણભાઈ ડાભી, જગદીશભાઈ સિંધવ અને નાથાભાઈ મુછાળ જોડાયા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.