તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નજીવી બાબત:ઘરની બાજુમાં ઉલ્ટી કરવા બાબતે થયેલી મારામારીની ઘટનામાં પાંચ શખ્સોને એક વર્ષની જેલની સજા

વેરાવળ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળમાં ચાર વર્ષ પૂર્વે એક લગ્ન પ્રસંગમાં બની હતી મારામારીની ઘટના
  • ચાર વર્ષ પૂર્વેના બનાવમાં અદાલતે પાંચ આરોપીઓને જેલની સજા અને દંડ ફટકાર્યો

વેરાવળમાં સોની જ્ઞાતીની વંડીમાં આજથી ચાર વર્ષ પહેલા લગ્ન પ્રસંગ દરમિયાન મારામારીની ઘટના બની હતી. તે સમયે લગ્ન પ્રસંગ દરમિયાન સોની જ્ઞાતીની વંડીની બાજુમાં રહેતા શૈલેષ જયેન્દ્રભાઇ સોલંકીના ઘરની બાજુમાં લગ્નમાં આવેલા વ્યકિતએ ઉલ્ટી કરતા તેને દુર જઇ ઉલ્ટી કરવાનું કહેતા કૌશીક રમેશ ખાપંડી, નરેન્દ્ર ઉર્ફે લાલજી રમેશ ખાપંડી, જીજ્ઞેશ ઉર્ફે જલો જેન્તી સુયાણી, પંકજ ઉર્ફે પંકુડો રામજી કુહાડા અને ઇશ્વર ચુનીલાલ વણીકે એકસંપ કરી શૈલેષ સોલંકીને બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે શખસો સામે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી

આ ઝપાઝપીમાં ફરીયાદીએ ગળામાં પહેરેલા સોનાના બે ચેઇન તુટીને પડી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ કરી પાંચેય શખસો સામે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ વેરાવળ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે સરકાર તરફે એ.પી.પી. નિગમ જેઠવા દ્વારા ફરીયાદી, પંચો, સાહેદો, ડોક્ટર તેમજ પોલીસ અધિકારીઓ સહીતના 15 જેટલા સાહેદોને તપાસી 10 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી ધારદાર દલીલો કરી હતી.

IPC કલમ હેઠળ સજા ફટકારવામાં આવી

સરકાર તરફે કેસ પુરવાર થતો હોવાનું જણાવતા ચીફ જયુડી. મેજી. બી.વી. સંચાણીયાએ દલીલો તેમજ રજુ કરેલા પુરાવાઓને ધ્યાને લઇ આરોપીઓ પાંચેય શખ્સોને IPC કલમ 149 તથા 323ના ગુનામાં 10 મહીનાની સાદી કેદ અને દરેકને રૂાપિયા ૧૦૦નો દંડ તેમજ IPC કલમ-143 માં 5 મહીનાની સાદી કેદ તેમજ દરેકને રૂાપિયા 100નો દંડ તેમજ IPC કલમ-147 માં 12 મહીનાની સાદી કેદ અને દરેકને રૂપિયા 100નો દંડ કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...