તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુગાર:વેરાવળના સિડોકર ગામે લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ લોકોને ઝડપાયા, રૂપિયા 40 હજારની રોકડ જપ્ત કરાઈ

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુગાર રમતા પાંચ લોકોને પોલીસે ઝડપી પાડ્યા

વેરાવળ તાલુકાના સીડોકર ગામે લાઈટના અજવાળે ચાલતા જુગારના પટ પર પોલીસે દરોડો પાડી રૂ.40 હજારની રોકડ સાથે પાંચ જુગારીઓને ઝડપી લઇ જુગાર ધારા તથા જીલ્લા મેજી.ના જાહેરનામા ભંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર પ્રભાસ પાટણ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહેલ દરમ્યાન મળેલ બાતમીના આધારે તાલુકાના સીડોકર ગામે નવાપરા વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી મોહમદ હાલાના મકાનની લાઇટના અંજવાળે જુગાર રમતા પાંચ લોકો પકડાયા છે. જેમાં (1) યુસુફ દાદાભાઇ ચૌહાણ (2) આસીફ રહેમાન આરબા (3) અખતર ઇબ્રાહીમ ભારા (4) સોયેબ રહેમાન આરબા (5) ઇમરાન ફારૂક મુગલ ને રોકડા રૂ.40,520 સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ 12 તેમજ વર્તમાન કોરોના વાયરસ સબબ જીલ્લા મેજી. દ્વારા બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોવાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો