તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:જૂનાગઢ જિલ્લામાં વઘુ પાંચ સોનોગ્રાફી સેન્ટર મંજૂર કરાયા, જિલ્લા કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો

જૂનાગઢ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં હાલ 91 સોનોગ્રાફી સેન્ટર કાર્યરત છે

જૂનાગઢ જીલ્‍લા પંચાયત કચેરી ખાતે ગર્ભ પરીક્ષણ ધારા પીસી એન્ડ પીએનડીટી એક્ટ હેઠળ કાર્યરત જિલ્લાની સલાહકાર સમિતિની બેઠક મળી હતી. આ કમિટીના ચેરમેન સાધના નિર્મળના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લામાં વધુ પાંચ સોનોગ્રાફી સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે.

ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ થતા હોય તો કાર્યવાહી કરવામાં આવશે

જૂનાગઢ જિલ્લામાં હાલ 91 સોનોગ્રાફી સેન્ટર કાર્યરત છે અને વધુ 5 સેન્ટરો મંજૂર કરાયા છે. હાલ જિલ્લામાં જૂનાગઢ શહેરમાં 59, કેશોદમાં 22, માળીયાહાટીનામાં 2, માણાવદરમાં 2, માંગરોળમાં 3, મેદરડામાં 3, વિસાવદરમાં 4, ભેંસાણમાં 1 સોનોગ્રાફી સેન્ટર છે. સોનોગ્રાફી મશીન મુકવા કે સેન્ટર કાર્યરત કરવા જિલ્લા કક્ષાએ કાર્યરત પીસી એન્ડ પીએનડીસી કમિટી આવા સેન્ટરોને મંજૂરી આપે છે. ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા મંજૂર કરાયેલ સોનોગ્રાફી સેન્ટરોની નિયમિત પણે તપાસ કરવા સાથે ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ થતા હોય તો કાર્યવાહી કરવામાં આવે છે.

સોનોગ્રાફી સેન્ટરના તબીબોએ સગર્ભા માતાઓની કરેલ સોનોગ્રાફીનો દર માસની પાંચ તારીખ સુધીમાં જિલ્લા એપ્રોપીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રીપોર્ટ કરવાનો હોય છે. આ રીપોર્ટમાં ખામી કે તબીબો દ્વારા પુરી વિગત સાથેના ફોર્મ ભરવામાં ના આપે તો તેમને નોટીસ આપવામાં આવે છે. બેઠકમાં સિવીલ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.ક્રિષ્ના મહેતા, પેથોલોજીસ્ટ ડો.અરૂણ મેનપરા, ડો.ચંદ્રેશ વ્યાસ, નર્સીગ ઓફીસર લક્ષ્મી, એડવોકેટ અજય પારેખ સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકની કાર્યવાહીનું સંચાલન નોડેલ ઓફિસર ડો.સંજયકુમારે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો