ધીમીધારે વરસાદ:તાલાલા પંથકમાં પોણો ઇંચ વરસાદ,અન્યત્ર માત્ર ઝાપટાં

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ,કેશોદ,માળિયા,વંથલી, ગડુમાં ધીમીધારે વરસાદ

વરસાદનાં વિરામ બાદ શુક્રવારે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સોરઠમાં તાલાલા પંથકમાં પોણો ઇંચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ,કેશોદ, માળિયા, વંથલી, ગડુમાં ધીમીધારે વરસાદ થયો હતો.

ખેડૂતોમાં સારા વરસાદની આશા બંધાઇ છે. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટાંથી લઇ પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. મગફળી,સોયાબીન સહિતનાં પાકને સારા વરસાદની જરૂર છે. તાલાલા પંથકમાં પડેલા વરસાદનાં પગલે સારા વરસાદની આશા સેવાઇ છે.

આ ઉપરાંત ગડુ પંથકમાં ધીમી ધારે વરસાદ થયો હતો. જ્યારે કેશોદમાં 1 મીમી, જૂનાગઢમાં 7 મીમી, માણાવદરમાં 6 મીમી, માળિયામાં 9 મીમી અને વંથલીમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ શહેરમાં વહેલી સવારે અને બપોરનાં સમયે સારો વરસાદ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...