ચેક રિટર્ન કેસમાં સજા:વેરાવળમાં ફીશનો માલ ખરીદી રકમ ન ચુકવતા વેપારીને 6 મહિનાની સજા, 2.37 લાખનું વળતર ચુકવવા હુકમ

ગીર સોમનાથ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફીશના માલની ખરીદી સામે આપેલ ચેક રિટર્ન થતા ઉઘરાણી કરવા છતાં બાકી રકમ ન આપતા ચેક રિટર્નની કોર્ટમાં ફરિયાદ કરી હતી

વેરાવળમાં માછીમાર પાસેથી ફીશના માલની ખરીદી કરી તેના પેમેન્ટનો ચેક આપેલ જે રીટર્ન થવા છતાં રકમ આપેલ ન હતી. આ અંગે જ્યુડી. કોર્ટમાં રૂ.2.37 લાખના ચેક રીટર્નનો કેસ ચાલી જતા આરોપીને છ માસની સજા તથા વળતરની પુરેપુરી રકમ ચુકવવાની સજાનો હુકમ કરેલ છે.

આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ વેરાવળ બંદરમાં ફીશનો વેપાર કરતા ખારવા અરવિંદ કાનજીભાઇ ફોંફડી પાસેથી રાજેશ ઘેલાભાઇ ભેંસલાએ રૂ.2,37,020 ની કિંમતની ફીશનો માલ ખરીદ કરેલ અને તેની રકમ થોડા મહિનાઓમાં ચુકવી આપવા વિશ્વાસ આપેલ હતો. ત્યારબાદ આ રકમની અરવિંદભાઇએ ઉઘરાણી કરતા રાજેશ ભેંસલાએ એકાઉન્ટ પે નો પુરી રકમનો ચેક આપેલ હતો. જે ચેક બેંકમાં ભરતા રીટર્ન થયેલ હતો.

અરવિંદભાઈએ રકમની વસુલાત માટે પોતાના એડવોકેટ પી,એમ.ડાંગોદરા તથા દિલીપ વ્યાસ મારફત પ્રથમ ડીમાન્ડ નોટીસ મોકલેલ તેમ છતાં રાજેશભાઈએ રકમ આપી ન હતી. બાદમાં મહે. જ્યુડી. મેજી. (ફ.ક.) સાહેબની કોર્ટમાં નેગોશીયબલ ઇન્સ્ટ્રુ. એકટની કલમ-138 મુજબ ફરિયાદ દાખલ કરેલ હતી. આ કેસ ટ્રાયલમાં ચાલી જતા બંન્ને પક્ષોની દલીલો બાદ મેજીસ્ટ્રેટ પી.કે.દવે સાહેબે આરોપી રાજેશ ઘેલાભાઇ ભેંસલા રહે.વેરાવળવાળાને તકસીરવાન ઠેરવી છ માસની સજા તથા ફરિયાદીને પોતાના માલની પુરી રૂ.2.37 લાખની રકમ વળતર તરીકે ચુકવવા હુકમ કરેલ હતો. અને જો વળતરની રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કરેલ હોવાની નોંધ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...