મનપા આયોજીત સ્વચ્છ સ્પર્ધા:જૂનાગઢમાં સ્વચ્છતા સ્પર્ધામાં ડીઆરડીએ અને ડીસીએફ કચેરીનો પ્રથમ ક્રમે વિજેતા

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપા તંત્ર દ્વારા ભાગ લેનારા પૈકીના 30 સ્પર્ધકોને વિજેતા જાહેર કરી સન્માન કર્યુ
  • સ્પર્ધામાં સ્વચ્છતા મામલે જુદી જુદી કેટેગરીમાં શાળાઓ, હોસ્પીટલો, રહેણાંક સોસાયટીઓ સહિત 300 જેટલાએ ભાગ લીધો હતો

જૂનાગઢ મનપા તંત્ર દ્વારા જાન્યુઆરી મહિનામાં સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરાયું હતું. તાજેતરમાં તેના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સરકારી કચેરીઓમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી અને નાયબ વનસંરક્ષક કચેરી સૌથી સ્વચ્છ મામલે પ્રથમ ક્રમે આવી હતી. જયારે લોકલ ફંડ અને એલસીબી કચેરી બીજા ક્રમે આવી હતી. સ્પર્ધાના તમામ વિજેતાઓને મનપા દ્વારા સન્માનીત કરવામાં આવ્યા હતા.

સ્વચ્છ સર્વેક્ષણ 2022 જન જાગૃતિ અભિયાન અંતર્ગત જૂનાગઢ મનપા તંત્ર દ્વારા ગત જાન્યુઆરી મહિનામાં ચિત્ર રંગોળી ઈનોવેટિવ ટેકનોલોજી, સ્વચ્છ સરકારી કચેરી અને શાળા બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 307 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તાજેતરમાં તે સ્પર્ધાના વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ માહી ગોહિલ, બીજા ક્રમે દેવાંગ ટાંક અને ત્રીજા સ્થાને આરતી મહેતા આવી હતી. જયારે રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે મમતા પાથર, બીજા ક્રમે કૃપા ભાલોડિયા અને ત્રીજા સ્થાને સોનલ રાવલીયા આવી હતી.

સરકારી કચેરીમાં પ્રથમ ક્રમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને નાયબ વનસંરક્ષક કચેરી રહી હતી. બીજા સ્થાને લોકલ ફંડ અને એલસીબી કચેરી અને ત્રીજા ક્રમે હેડ પોસ્ટ ઓફિસ રહી હતી. માર્કેટ એસોસિએશનમાં સૌથી સ્વચ્છમાં પ્રથમ સ્ટાર કોમ્પલેક્ષ, બીજા ક્રમે ટ્રાયડન્ટ પ્લાઝા અને ત્રીજા સ્થાને મેરીઓટ પ્લાઝા આવ્યું હતું. સ્વચ્છ રહેણાંક વેલ્ફેર એસોસિએશનમાં પ્રથમ ક્રમે ઈસ્કોન પ્લેટીનિયમ, બીજા સ્થાને મોનાર્ક-2 અને ત્રીજા સ્થાને સીધેશ્વર પેલેસ અને વિશ્વાસ એપાર્ટમેન્ટ આવ્યા હતા.

વધુમાં સ્વચ્છ શાળામાં પ્રથમ સ્થાને એકલવ્ય પબ્લિક સ્કૂલ, બીજા સ્થાને પ્રેમાનંદ વિદ્યામંદિર અને ત્રીજા સ્થાને ડી. કે. ભરાડ રહ્યા હતા. સ્વચ્છ હોસ્પિટલોમાં પ્રથમ સ્થાને કે.જે. મલ્ટીસ્પેશિલિસ્ટ, ભુજ સ્થાને શુભમ હોસ્પિટલ અને ત્રીજા સ્થાને યુનિક હોસ્પિટલ રહી હતી. આ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થયેલા તમામનું તાજેતરમાં મનપા તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ ટાઉનહોલ ખાતે સન્માન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...