એજ્યુકેશન:પ્રથમ નોરતે નરસિંહ મહેતા યુનિ. માં રાજ્યકક્ષાનો એક દિવસીય વેબીનાર

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોરઠના સંતોનું સાહિત્ય અને ઇતિહાસમાં યોગદાન

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 7 ઓકટોબર 2021 - પ્રથમ નોરતાના દિવસે રાજ્ય કક્ષાનો 1 દિવસીય વેબીનાર યોજાશે. આ વેબીનાર, સોરઠના સંતોનું સાહિત્ય અને ઇતિહાસમાં યોગદાન વિષય પર યોજાશે. પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયાના અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં યુનિ.ના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદી ઉદ્ધાટીય ઉદ્દબોધન કરશે.

પ્રસંગોચિત વક્તવ્ય ડો. જયેન્દ્રસિંહ જાદવ આપશે, બીજરૂપ વક્તવ્ય ડો.નિરંન રાજ્યગુરૂ આપશે,અધ્યક્ષીય ઉદ્દબોધન વિષ્ણુભાઇ પંડયા આપશે અને આશિર્વચન કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસ સ્વામી આપશે. જ્યારે ડો. વિશાલ જોશી તમામને આવકારી કાર્યક્રમની ભૂમિકા રજૂ કરશે, સંચાલન ડો. રમેશ ચૌહાણ દ્વારા કરાશે, આભારવિધી ડો.મયંક સોની દ્વારા કરવામાં આવશે. પ્રથમ બેઠક 3:30થી 4:30માં સોરઠના સંતોનું ઇતિહાસમાં યોગદાન વિશે ડો. નરોત્તમ પલાણ વિચારો રજૂ કરશે જ્યારે ઇતિહાસ વિષયના પેપરનું વાંચન, સંચાલન લલીત પરમાર કરશે. જ્યારે દ્વિતીય બેઠકમાં 4:30 થી 5:30માં સોરઠના સંતોનું સાહિત્યમાં યોગદાન અંગે ડો. રમેશ મહેતા વિચારો રજૂ કરશે અને સાહિત્યના પેપરનું વાંચન, સંચાલન ડો.બલરામ ચાવડા કરશે.

અન્ય સમાચારો પણ છે...