તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:કેશોદ-જૂનાગઢમાં બે-બે સ્થળોએ લાગી આગ, જાનહાનિ ટળી

જૂનાગઢ\કેશોદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢમાં દિવાળીનાં દિવસે બે સ્થળે આગ લાગતા ફાયર વિભાગને દોડધામ થઇ ગઇ હતી. શહેરનાં મોતીબાગ વિસ્તારમાં આવેલા એસટી વર્કસ શોપમાં રાખેલા એરફિલ્ટરમાં બપોરનાં અચાનક આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર વિભાગનાં ભુમીત મિસ્ત્રી અને સ્ટાફ દોડ ગયો હતો. અને બે ટેન્કર દ્વારા 13 હજાર લીટર પાણીનો મારો ચલાવી અડધી કલાક બાદ આગને કાબુમાં લીધી હતી. આ ઉપરાંત રાત્રીનાં દિવાન ચોકમાં એક બિલ્ડીંગની છત ઉપર ફટાકડાનાં કારણે આગ લાગી હતી. જોકે કોઇ જાનહાની થઇ ન હતી.

કેશાેદમાં દિવાળીની રાત્રીએ વેરાવળ રાેડ પર આવેલ ડી પી રાેડ નજીક રહેણાંક વિસ્તારની વચ્ચાે વચ્ચ ખાલી ખેતરમાં રહેલ ઘાસમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની પાલીકા પ્રમુખ યાેગેશભાઇ સાવલિયાને જાણ થતાં ફાયર ટીમ સાથે ઘટના સ્થળે પહાેંચી પાણીનાે મારાે ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. એવી જ રીતે થાેડી જ મીનીટાે બાદ પાેલીસ સ્ટેશન નજીક આવેલ ગાેકુલ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ખાલી પ્લાેટમાં પડેલ કચરામાં અચાનક આગ લાગી હતી. જેની ફાયર ટીમને જાણ થતાં તાબડતાેબ ઘટના સ્થળે પહાેંચી આગને કાબુમાં લીધી હતી. આમ આ બંન્ને જગ્યાએ દિવાળી ટાણે સળગતાંં ફટકડા થી આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જાેકે સદ્દનસીબે એકપણ જગ્યાએ જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો