તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:GIDCમાં વારંવાર લાગતી આગનો કાયમી ઉકેલ લાવો

જૂનાગઢ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દોલતપરાના રહીશોને પડતી મુશ્કેલી અંગે અગ્રણીની માંગ

જૂનાગઢ જીઆઇડીસી-2માં દર બે ત્રણ મહિને ડમ્પીંગ સાઇડમાં લાગતી આગથી ઝેરી ધુમાડો થાય છે. અને તેનાથી દોલતપરા વિસ્તારની જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે. આ અંગે અગ્રણી કનુભાઇ સોરઠિયાએ જણાવ્યું છેકે, તાજેતરમાંજ આ પ્લાસ્ટીક વેસ્ટમાં લાગેલી આગ બુઝાવવા માટે કોર્પોરેટરો નટુભાઇ પટોળિયા એન નીલેષ પીઠિયાએ સતત મોનીટરીંગ કરી જૂનાગઢ મનપાની ફાયર બ્રિગેડના બંબાથી પાણીનો મારો ચલાવી પ્લાસ્ટિક વેસ્ટમાં લાગેલી આગ બુઝાવવા મથામણ કરી હતી. પરંતુ પ્લાસ્ટિક વેસ્ટમાં પાણી ઉપરના ભાગે ભરાઇ રહેતાં નીચે લાગેલી આગ બુઝાવવા માટે જેતપુર અને કેશોદથી ફાયર ફાઇટર બોલાવવા પડ્યા હતા.

સતત 3 દિવસથી પ્લાસ્ટિકનો ધૂમાડો દોલતપરા વિસ્તારના લોકોને સહેવો પડ્યો. ત્યારે જીઆઇડીસીના કોઇ અધિકારીએ આ ઝેરી ધૂમાડા અંગે જાણકારી સુદ્ધાં લેવાની દરકાર કરી નહોતી. જૂનાગઢ જીઆઇડીસીના અધિકારી બેત્રણ જીલ્લાનો ચાર્જ ધરાવતા હોઇ અજાણ હોવાનો દાવો કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો