વિકાસ:આખરે નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરીના ટેન્ડરને સ્થાયી સમિતીએ મંજૂરીની મહોર મારી

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્ડર બહાર પડે એ પેલાંજ લોખંડના ભાવ વધી ગયા
  • વિવિધ વિસ્તારોમાં 2.24 કરોડના વિકાસ કામો પણ મંજૂર કરાયા
  • મનપામાં ભરતી માટે એજન્સી નક્કી કરાઇ

આખરે લાંબી પ્રતિક્ષા બાદ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન માટેના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. પરિણામે હવે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું કામ સત્વરે શરૂ થવાની આશા જાગી છે. આ અંગે સ્થાયી સમિતી ચેરમેન હરેશભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, બુધવારે સ્થાયી સમિતીની બેઠક મળી હતી. આ બેઠકમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન માટેના ટેન્ડરને મંજૂરી અપાઇ છે. મનપાએ 56,78,85,625નું ટેન્ડર બહાર પાડ્યું હતું જેની સામે કુલ 4 એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યા હતા.

આમાં 60.69 કરોડથી લઇને 66.65 કરોડ સુધીના ટેન્ડરો આવ્યા હતા. તેમાં સૌથી ઓછી રકમનું 60,69,81,296.75 રૂપિયાનું એલવન કેટેગરીનું ટેન્ડર ગાંધીનગરની એજન્સીએ ભર્યું હતું જેને મંજૂર કરાયું છે. આમ, ટેન્ડર પ્રક્રિયા મંજૂર થઇ જતા હવે ટૂંક સમયમાં બ્યુટીફિકેશનની કામગીરી પણ શરૂ થઇ જશે. આ ઉપરાંત 2.24 કરોડના કામો પણ મંજૂર કરાયા છે જેમાં વોર્ડ નંબર 1, 6, 7, 12, 13 અને 15ના વિવિધ વિસ્તારોમાં જનભાગીદારીના વિકાસ કામો કરાશે. સાથે મનપામાં એકત્રિત થયેલ સ્ક્રેપના નિકાલ માટેની ટેન્ડરની પ્રક્રિયાને પણ મંજૂર કરાઇ છે. જ્યારે મહાનગરપાલિકામાં ભરતી કરવા માટે દિલ્હીની એજન્સીનું સૌથી નીચા ભાવનું ટેન્ડર આવતા તેને પણ મંજૂર કરાયું છે.

કઇ એજન્સીએ કેટલાનું ટેન્ડર ભર્યું હતું?
ભાવનગરની પી.આર. પટેલ એન્ડ કંપનીએ 66,65,00,544.37 રૂપિયાનું, સુરતની ડી.એચ. પટેલ કંપનીએ 64,80,99,485.18 રૂપિયાનું, વડોદરાની પટેલ કિસ્મતરાય ચુનીલાલ કંપનીએ 60,87,15,842.71 રૂપિયાનું અને ગાંધીનગરની દેવર્ષ કન્ટ્રકશન કંપનીએ 60,69,81,296.75 રૂપિયાનું ટેન્ડર ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...