રોષ:વિદ્યુત કર્મચારીઓની જેટકોને આંદોલનની અંતિમ નોટીસ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજથી 2 દિવસ સૂત્રોચાર, કાળીપટ્ટી ધારણ, છેલ્લે હડતાળ કરશે

વિવિધ માંગ ન સંતોષાતા વિદ્યુત કર્મીઓએ જિલ્લા કલેકટરને આવેદન આપી જેટકોને અંતિમ આંદોલનની નોટીસ પાઠવી છે. આ અંગે જીબીયા, જેટકોના મહામંત્રી એચ.જી. વઘાસીયાએ જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર થ્રુ જેટકોના મેનેજીંગ ડિરેકટરને અંતિમ આંદોલનની નોટીસ પાઠવાઇ છે. જો તેનો યોગ્ય નિર્ણય કરવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશેે.

ખાસ કરીને 36,000 ઉમેદવારોએ વિદ્યુત સહાયકની પરીક્ષા આપી છે જેમાંથી 500ની ભરીત કરવાની છે પરંતુ જેટકો તેનું રિઝર્લ્ટ બહાર પાડતું નથી. 10 વર્ષ પછી નવું મહેકમ મંજૂર થયું છે છત્તાં ભરતી કરાતી નથી. ત્યારે આ મુદ્દાને લઇ 18 અને 19 એપ્રિલે કાળીપટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરાશે. જ્યારે 20 અને 21 એપ્રિલના વર્કટુ રૂલ અને 22 એપ્રિલે માસ સીએલ કરાશે જેમાં 12,000 કર્મીઓએ માસ સીએલ મૂકી દીધી છે. તેમ છત્તાં યોગ્ય નહિ થાય તો વિદ્યુત કર્મીઓ વિજળીક હડતાળ પર ઉતરી જશે.

અન્ય સમાચારો પણ છે...