રજૂઆત:નરસિંહ મહેતા તળાવને નર્મદાના નીરથી ભરો

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત હિત રક્ષક સમિતીની મેયરને રજૂઆત

ગત વર્ષે સારો વરસાદ થતા રાજ્યના અનેક ડેમોમાં પાણીનો વિપુલ જથ્થો પડ્યો છે. દરમિયાન હાલ સરકાર દ્વારા આ ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવને નર્મદાના નીરથી ભરી આપવા રજૂઆત કરાઇ છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીના અતુલભાઇ શેખડાએ મેયર ધીરૂભાઇ ગોહેલને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે, નરસિંહ મહેતા તળાવને કારણે શહેરના ઓજી સહિતના અનેક વિસ્તારોમાંના તળમાં પાણી રહે છેે. જોકે, ઉનાળામાં આ તળાવ સુકાઇ જતા પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે નર્મદાના નીરથી નરસિંહ  મહેતા તળાવને ભરી દેવામાં આવે તો ઉનાળામાં ઓજી સહિતના વિસ્તારોમાં થતી પાણીની સમસ્યાનો હલ થઇ શકશે. ત્યારે આ મામલે રાજ્ય સરકારમાં રજૂઆત કરી નર્મદાના નીરથી નરસિંહ તળાવને ભરી આપવાની કામગીરી શરૂ કરાવવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...