કોરોના ઇફેક્ટ:જાહેરનામાનો ભંગ કરનાર 5 વેપારી સામે ગુન્હો દાખલ

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મધુરમથી મોતીબાગ સુધીના વેપારી ઝપટે ચડ્યા

હાલમાં લોક ડાઉનમાં અમુક શરતોને આધારે વેપાર ધંધાને છૂટછાટ આપવામાં આવી છે. જોકે, તેમ છત્તાં અનેક વેપારી છુટછાટ માટેના નિયમોનો ભંગ કરી રહ્યા હોય તેમની સામે ફરિયાદ નોંધાઇ રહી છે. ખાસ કરીને વેપારીને માસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અનેક વખત સૂચના આપવામાં આવે છે છત્તાં તેમનું પાલન કરવામાં ન આવતા આવા વેપારી સામે પોલીસ કાર્યવાહી થઇ રહી છે. દરમિયાન મધુરમથી ભૂતનાથ સુધીના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાના મોનીટરીંગ દરમિયાન 5 જેટલા વેપારીઓએ જાહેરનામાનો ભંગ કર્યા હોવાનું જાણવા મળતા તેમના ફોટો પાડી જેતે સ્થળ પરના બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફને પહોંચતા કરતા સી ડિવીઝન પોલીસે 5 વેપારી સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી છે. આમ, હવે પોલીસે સીસીટીવીના ફુટેજના આધારે પણ ફરિયાદ નોંધવાની શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...