ફાઈલ પેન્ડિંગ:માણેકવાડામાં ચેકડેમની ફાઈલ પેન્ડિંગ, બેઠક બાદ વર્ક ઓર્ડર,1 વર્ષ બાદ કામ થશે

જુનાગઢ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદ નજીક આવેલા માલબાપા મંદિર પાસે ના કામને લઈ 9 લાખની ગ્રાંટ મંજુર કરાઈ,હવે ચોમાસુ આવી ગયું!!

કેશોદ પંથકના માણેકવાડા ગામે સાબલીનદી પરનો ડેમ જર્જરિત હાલતમાં જોવા મળતો હોય રજૂઆત બાદ નવીનીકરણનું કામ મંજુર થયું હતું જો કે કોઈ કારણસર ફાઈલ પડી રહેતાં આ કામ શરૂ થવાને પણ 1 વર્ષ નીકળી જશે.કેશોદ તાલુકાના માણેકવાડા ગામે માલબાપા મંદિર પાસે સાબલીનદી પરનો ચેકડેમ જર્જરિત બની ગયો છે કારણ કે વર્ષો પહેલાં નિર્માણ થયું હતું.

આ ડેમનું સંપૂર્ણ રીનોવેશન માટે સિંચાઈ વિભાગ દ્રારા લગભગ 9 લાખની ગ્રાંટ પણ ફાળવી દેવામાં આવી હતી.હાલ આ કામ સુજલામ સુફલામ યોજના હેઠળ પર પણ આવી ગયું છે.જો કે હજુ જરૂરી કાર્યવાહી અધૂરી હોય કામ શરૂ થવું ઘણું મુશ્કેલ છે.હજુ એક વર્ષ નીકળી જશે. દરમિયાન નદીના પટ્ટમાંથી એ વિસ્તારના ખેડૂતો બળદ-ગાડા લઈને પસાર થતા હોય છે.પરંતુ ચોમાસામાં રસ્તો બંધ થઈ જતો હોય પુલની તાતી જરૂરિયાત છે.રજૂઆત છતાં નિર્માણ થતું નથી.

શુ કહે છે અધિકારી..?
આ અંગે જવાબદાર વિભાગના અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમને કહ્યું હતું કે કારોબારી મળશે જેમાં એજન્સીના વાર્ષિક ભાવ નક્કી થશે બાદમાં વર્ક ઓર્ડર આપવામાં આવતો હોય છે.

અન્ય સમાચારો પણ છે...