તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:પરબવાવડીમાં નરેગા યોજનામાં હાજરી પુરવા બાબતે મારામારી

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતના સભ્ય અને લાભાર્થી વચ્ચે સામસામી ફરિયાદ

ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામે નરેગા યોજનાના કામમાં હાજરી પુરવાના મામલે ગ્રામ પંચાયતના સભ્ય અને લાભાર્થી વચ્ચે મારામારી થઇ હતી. જેમાં બંને પક્ષે સામસામા આક્ષેપ સાથેની ફરિયાદ નોંધાવી છે.

ભેંસાણના પરબવાવડી ગ્રામ પંચાયતના સભ્ય ભરત ઉકાભાઇ સાસિયા (ઉ. 39) એ સુશીલ ધનાભાઇ સાસિયા, વિપુલ ધનાભાઇ સાસિયા અને ધનાભાઇ ભીખાભાઇ સાસિયા સામે નોંધાવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે, તા. 6 ના રોજ રાત્રે 10 વાગ્યે તેઓ ગામમાં નિકળ્યા ત્યારે કહ્યું, નરેગાના કામમાં મારી હાજરી પૂરવી જ પડશે. હું કામે નહીં આવું. અને પછી તેમને અને વિકી ઉર્ફે વિનોદ નાનજીભાઇ સાસિયાએ લોખંડના પાઇપથી માર માર્યો હતો.

સામે પક્ષે સુશીલભાઇ ધનજીભાઇ સાસિયાએ ભરતભાઇ ઉકાભાઇ સાસિયા સામે એવી ફરિયાદ નોંધાવી છેકે, તેમણે પોતાના માતા અને પિતાના નરેગા કામની મજૂરીના બિલમાંથી અડધા પૈસા આપવા પડશે. અને પોતે પૈસા આપવાની ના પાડતાં તેઓએ ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. બનાવની તપાસ ભેંસાણના હેડ કોન્સટેબલ પી. બી. વાઘેલા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...