ફરિયાદ:ટેબલ મુકવાની વાતને લઈ બોલાચાલી બાદ મારામારી

જૂનાગઢ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો, સામસામી ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ શહેરમાં ટેબલ મુકવાની કોઈ વાતને લઈ બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં મારામારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. પોલીસે આ બંને પક્ષની ફરિયાદનાં આધારે વધુ આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢમાં ભરડાવાવ પાસે રહેતા પૂજાબેન દિનેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ પુજાબેનને ટેબલ મુકવાની કોઈ વાતને લઈ રાજુ લહુરીશા ગુપ્તા સાથે બોલાચાલી થઈ હતી અને રાજુએ પુજાબેન તેમજ દિનેશભાઈને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી આ શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

જ્યારે રાજુ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાજુએ પુજાબેન અને દિનેશભાઈને ટેબલ જ્યા લીધેલ હોય ત્યા મુકવાનું કહેતા બોલાચાલી થઈ હતી. જેથી આ બંનેએ રાજુભાઈને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...