વંથલી પંથકના ધંધુસર ગામે કેબલ નાંખવાના કામને લઈ ખોદકામ થયું હોય અને માટી નાંખવાની કોઈ વાત મુદ્દે બોલાચાલી બાદ મારામારી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ,બાદલ ઉર્ફે મોહનભાઇ દિવરાણીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,મોબાઈલ કેબલ નાંખવાના કામને લઈ રસ્તા પર જેસીબી થી ખોદકામ થયું હોય અને માટી સામેના ઘર ના રસ્તે નાંખી હોય જેથી સતીબેન સુત્રેજાએ બાદલ અને અન્ય સભ્યો સાથે ઝગડો કરી મારવા દોડ્યા હતા.
જે બાબતનું મનદુઃખ રાખી ગત 2 માર્ચના રોજ નાથીબેન સરમણભાઈ સુત્રેજા અને નીતાબેન રામદેભાઈ સુત્રેજા બાદલની પત્નિને ગાળો ભાંડતા હોય એ સમયે બાદલના દાદા ઘરની બહાર નીકળતા લીલાભાઈએ તેમના પર લાકડાના ચીરીયા વડે હુમલો કર્યો હતો.જેથી બાદલ અને અન્ય સભ્યો આવી પહોંચ્યા હતા અને તેમને પણ ગાળો ભાંડવામાં આવી હતી.અને રામદેભાઈએ મોહનભાઇ પર લાકડીના 3 ઘા ઝીકયાં હતા.ગંભીર ઈજા પહોંચાડી મારી નાખવાની કોશિષ કરી હતી.
આ ઉપરાંત સરમણભાઈ અને રામદેભાઈએ બાદલ પર લાકડી અને લાકડાના ચીરીયા વડે હુમલો કર્યો હતો.જેથી વંથલી પોલીસે ફરિયાદ નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે,કે ફરિયાદી અને આરોપીઓના ઘર સામ-સામે આવેલ હોય મારી આરોપીના ઘરના રસ્તે માટી નાંખતા મામલો બીચકયો હોવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.