મારામારી:સુત્રાપાડાના હીરાકોટ બંદરે પીલીગ સેટમાં તાળું મારવા બાબતે પૂર્વ અને વર્તમાન કોળી સમાજ પટેલના જૂથ વચ્ચે મારામારી

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજએ બનાવેલ સેટમાં તાળું મારવાના મનદુઃખમાં થયેલ મારામારી અંગે પોલીસે બંન્ને પક્ષોની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી

ગીર સોમનાથના સુત્રાપાડા તાબાના હીરાકોટ બંદરે સંયુકત કોળી સમાજ દ્વારા બનાવવામાં આવેલ પીલીગ સેટમાં તાળુ મારવાની બાબતે સમાજના વર્તમાન તથા પૂર્વ પટેલોની વચ્ચે મારા મારી સર્જાયેલ હતી. આ ઘટના અંગે રાયોટીંગ અને મારમારી ધમકી આપ્યાની કલમો હેઠળ બંન્ને પક્ષની પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

આ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હીરાકોટ બંદર વિસ્તારમાં રહેતા હીતેશ જીવનભાઇ બારૈયા ઉ.વ.28 તથા સમાજના પટેલ લાલજીભાઇ, મંત્રી પ્રકાશભાઇ, રતીલાલભાઇ, પ્રેમજીભાઇ કરશનભાઇ, પ્રેમજીભાઇ રાજાભાઇ, રામજીભાઇ રામાભાઇ સહીતના સમસ્ત કોળી સમાજ દ્વારા બનાવવામાં આવેલ પીલીંગ સેટમાં તાળુ મારવા માટે ગયેલ તે સમયે પૂર્વ પટેલ હરેશભાઇ બારૈયા, પૂર્વ મંત્રી મનોજભાઇ કાન્તીભાઇ, નરેશ નરસીભાઇ સહીતનાએ આ પીલીંગ સેટમાં તમે શું કામ તાળુ મારો છો, આ પીલીંગ સેટ સમાજના ફાળાથી બનાવેલ છે તમોએ વ્યકિતગત બનાવેલ નથી તેમ કહેતા ઉશ્કેરાઇ જઇ હરેશ બારૈયા, મનોજ કાન્તીભાઇ, નરેશ નરસીભાઇ, જયદીપ ધનજીભાઇ, પ્રકાશ નરસીભાઇ, જગદીશ કાનજીભાઇ, જેન્તી કરશનભાઇ, સામજી ભગતભાઇ, ધનજી ભગતભાઇ, વીરજી રાજાભાઇ, સોમા નથુભાઇ સહીતનાએ બીભત્સ શબ્દો બોલી આડેધડ ઢીકાપાટુનો માર મારી માથાના ભાગે હથીયારો વડે માર મારેલ હોવાની ફરીયાદ નોંધાવેલ છે.

ઉપરોકત બનાવ અંગે સામે પક્ષે હરેશભાઇ ભગનભાઇ બારૈયા ઉ.વ.40 એ લાલજીભાઇ વેલજીભાઇ, રતીલાલ ઉકરડાભાઇ, હરેશભાઇ સોમાભાઇ, હીતેશભાઇ જીવનભાઇ, પ્રેમજીભાઇ રાજાભાઇ, ભગુભાઇ વેલજીભાઇ, કીશનભાઇ લખમભાઇ, પ્રકાશભાઇ સોમાભાઇ સામે ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટના અંગે આઇપીસી કલમ 323, 324, 504, 506(2), 143, 147, 148, 149 અને જીપી. એક્ટ 135 મુજબ બન્ને પક્ષની ફરીયાદ નોંધી વધુ તપાસ પી.આઇ. નીતીન વાઘેલાએ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...