તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાલામથ્થા બાખડ્યા:ગીરમાં બે સાવજ વચ્ચે દિલધડક ફાઈટ, પ્રવાસીઓના શ્વાસ થંભી ગયા

3 મહિનો પહેલા

સોશિયલ મીડિયામાં ગીરના જંગલનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો બે સાવજની લડાઈનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પર્યટકો જીપ્સીમાં બેસી સિંહ દર્શન કરી રહ્યા છે. આ દરમિયાન બે સિંહ આમનેસામને આવી જાય છે અને પ્રવાસીઓની નજર સામે જ બન્ને સિંહ વચ્ચે દિલધડક ફાઈટ થાય છે. આ દૃશ્યો જોઈને પર્યટકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. જો કે, થોડી વારમાં જ બન્ને સાવજ છૂટા પડી જાય છે અને ચાલતા થઈ જાય છે. મહત્ત્વનું છે કે, આ ઘટના ત્રણ મહિના પહેલા છે અને ગીર જંગલમાં ટ્રેકર તરીકે ફરજ બજાવતાં સોહિલ મકવાણાએ આ દિલધડક વીડિયો બનાવ્યો છે. કોઈ પ્રવાસીના કેમેરામાં સોહિલે આ ઘટનાને કેદ કરી લીધી હતી.