લોકાર્પણ:ગાંધીચોકમાં ફાઇટર પ્લેનનું લોકાર્પણ કરાયું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢને મનપાએ આપી નવા નજરાણાની ભેંટ
  • યુવા,યુવતિઓને​​​​​​​ સૈન્યમાં જોડાવાની પ્રેરણા મળશે

શહેરના ગાંધીચોક ખાતે એરક્રાફ્ટનું લોકાર્પણ કરાયું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એરફોર્સ દિલ્હી વિભાગ સાથે સંકલનમાં રહી જૂનાગઢને એરક્રાફ્ટ ફાળવવા રજૂઆત કરાઇ હતી. બાદમાં એક યુદ્ધ વિમાન)ફાયર ફાઇટર પ્લેન જૂનાગઢને ફાળવાયું હતું. બાદમાં આ એરક્રાફ્ટને ગાંધીચોક ખાતે ગોઠવવામાં આવ્યું છે. દરમિયાન મેયર ગીતાબેન પરમારના હસ્તે એરક્રાફ્ટનું લોકાર્પણ કરાયું છે.

આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા, સ્થાયી સમિતીના ચેરમેન હરેશભાઇ પણસારા, શાસકપક્ષના નેતા કિરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઇ ભલાણી, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, પૂર્વ મેયર આધ્યાશક્તિબેન મજમુદાર અને ધીરૂભાઇ ગોહેલ તેમજ કોર્પોરેટરોની ઉપસ્થિતી રહી હતી. ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાએ જણાવ્યું હતું કે, આ એરક્રાફ્ટ જોઇને યુવા, યુવતિમાં સૈન્યમાં જોડાવાનો જોમ અને જુસ્સો વધશે. નાના બાળકો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનશે. શહેરીજનો એરક્રાફ્ટ સાથે સેલ્ફી લઇ શકશે. આમ, આ એરક્રાફ્ટ જૂનાગઢનું નવું નઝરાણું બનશે. ભવિષ્યમાં અહિં જરૂરી ડેવલોપમેન્ટ પણ કરાશે. તસવીર: મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...