લોકો માગ:લડાકુ વિમાન હવે ઝટ ખુલ્લું મૂકો, લોકોમાં સેલ્ફીની અધીરાઇ, મહાનગરપાલીકા દ્વારા ગાંધી ચોકમાં લડાકુ વિમાન મૂકવામાં આવ્યું

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ મહાનગરપાલીકા દ્વારા ગાંધી ચોક ખાતે લોકો નિહાળી શકે એવું લડાકુ વિમાન મૂકવામાં આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેનું કલર કામ કરવામાં આવી રહ્યું હતું. જે હવે પૂર્ણ થઈ ગયું છે. હવે એ વિમાન લોકોને જોવા માટે જલ્દી ખુલ્લું મૂકાય એવી લોકોમાંથી માંગ ઉઠી છે.

દરમ્યાન લડાકુ વિમાનની કોકપીટ કેવી હોય એની તસવીર દિવ્ય ભાસ્કરે લીધી છે. જોકે, આ જૂની પેઢીનું વિમાન હોઇ હવેના વિમાનોમાં અનેક પ્રકારના સુધારા હોય છે. આમ છત્તાં નાના બાળકો માટે એની તસવીર ખુબજ રસપ્રદ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...