તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:માળીયા તાલુકાના અમરાપુરમાં મકાન ખાલી કરવા મુદ્દે માલિક અને ભાડૂઆત વચ્ચે મારામારી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંન્ને પક્ષ દ્વારા સામ સામે મારપીટ -ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરી

જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામમાં મકાન ખાલી કરવા મૂદે માલિક અને ભાડુઆત વચ્ચે મારામારી થઈ હતી. આ અંગે બંન્ને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામમાં રહેતા જોરાબેન આસીફભાઈ પડાણીયા ઘરે હતા ત્યારે તેના મકાન માલિક લૈલાબેન દિલીપભાઈ સમનાણી, તેના દિયર અને તેનો પુત્ર બ્રિજેશે આવી અમારું મકાન ખાલી કરો અને તે તારા સસરા સામે કરેલો કેસ ખેંચી લેજે તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા અને જોત જોતામાં ઢીકાપાટુનો મારમાર્યો હતો.

આ અંગે જોરાબેને ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે મૂળ અમરાપુરના અને હાલ મુંબઇ રહેતા લૈલાબેન સમનાણીએ રજાક કારા કોટડીયા, અમીન રજાક, ઝરીનાબેન રજાક અને ઝોરાબેન સામે મકાન ખાલી કરવા કહેતા ઝઘડો કરી ઢીકાપાટુનો મારમારી ધમકી આપ્યાની ફરિયાદ કરતા પોલીસે બંન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...