તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાકાર્ય:કેશોદમાં કોરોના સામે લડત, 23 હજાર લોકોને ઉકાળો પીવડાવ્યો

માણેકવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાભાવી યુવાન, ગૃપના સદસ્યો અને સરપંચોનું સેવાકીય કાર્ય,લોકોએ બિરદાવ્યું

વિશ્વ હાલ કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે અને વેક્સિનની કાગડોળે રાહ જોવાઇ રહી છે. જો કે હાલમાં લોકો આર્યુવેદીક ઉકાળાનો સહારો પણ લઈ રહ્યાં છે. ત્યારે જ વાત કરીએ કેશોદ પંથકની તો સેંદરડા ગામના સેવાભાવી યુવાન મયુરભાઈ દિનેશભાઇ ખટારીયા, ગ્રુપના સદસ્યોએ દરેક ગામના સરપંચોને સાથે રાખી લોકોને ઉકાળો પીવડાવવાનું નક્કી કર્યું.

દરેક ગામ સુધી પહોંચ્યા જ્યાં કોરોનાને લઈ લોકોને માર્ગદર્શન આપ્યું અને આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કર્યું હતું. જ્યારે 17 ગામમાં આશરે 23 હજાર લોકોએ લાભ લીધો હતો. તેમજ આગામી દિવસોમાં બાકી રહેલા ગામમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમ મયુરભાઈ એ જણાવ્યું હતું. પીપળી ગામે પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરપંચ કાંતિભાઈ વણપરિયા, અશ્વિનભાઈ રાવલીયા સહિતના હાજર રહ્યાં હતાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો