તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટકો:વેરાવળ ભાજપના પૂર્વ નગરપતિ સહિતના 50 હોદેદાર-કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

વેરાવળ25 દિવસ પહેલા
 • પાલિકાની ચૂંટણી પૂર્વે સતાધારી ભાજપને બીજી વખત ઝટકો આપતી કોંગ્રેસ
 • તાજેતરમાં વર્તમાન નગરસેવકએ ભાજપને બાય બાય કરી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ વઘુ હોદેદારો જતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો

વેરાવળ પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી થાય તે પૂર્વે સતાધારી ભાજપની વઘુ એક ફટકો પડયો છે. ભાજપના પાલિકાના પૂર્વપ્રમુખ અને પૂર્વ યુવા ભાજપ પ્રમુખએ 50 કાર્યકરો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પ્રવેશ કર્યો છે. ભાજપ છોડનાર પૂર્વ હોદેદારોને સ્થાનિક ભાજપના નેતાઓની નિતી-રિતીથી નારાજ થઇ પાર્ટી છોડી હોવાનું જાણવા મળી રહેલ છે. થોડા દિવસો અગાઉ ભાજપના નગરસેવકએ કોંગ્રેસનો હાથ પકડયા બાદ વઘુ એેક ભાજપી નેતાના કોંગ્રેસ પ્રવેશને લઇ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આજથી વેરાવળ પાટણ નગરપાલિકાની ચૂંટણીને લઇ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રીયા શરૂ થઇ છે. બન્ને પક્ષો ઉમેદવારોની પસંદગીમાં વ્‍યસત છે એવા સમયે ભાજપને બાય બાય કરી પાર્ટીના વર્ષોથી વફાદાર રહેલા પૂર્વ હોદેદારો અને કાર્યકરોએ કોંગ્રેસનો હાથ થામ્‍યો છે. જેની વિગતો મુજબ ગઇકાલે સ્થાનિક પાલિકાની ચૂંટણી અનુસંઘાને યોજાયેલ એક કાર્યક્રમમાં ભાજપના પાલિકાના પૂર્વપ્રમુખ કિરણબેન ભીમજીયાણી, પૂર્વ યુવા ભાજપ પ્રમુખ હરસુખભાઇ ભીમજીયાણી 50 કાર્યકરોને સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા, તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડએ ખેસ પહેરાવી કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્‍યો હતો. આ તમામ હોદેદારો અને કાર્યકરોએ આગામી પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવા અત્‍યારથી જ તન-મન-ઘનથી કામે લાગી જશુ તેવી લાગણી વ્‍યકત કરી હતી.

અત્રે નોંધનીય છે કે, ગઇકાલે ભાજપ છોડી કોંગ્રેસમાં પ્રવેશેલા ભાજપના પૂર્વહોદેદારો અને કાર્યકરોએ સ્થાનિક પાર્ટીના નેતાઓની નિતી-રિતીથી નારાજ થઇને પક્ષ છોડયાનું જાણવા મળેલ છે. તો આવા જ કારણોસર ભાજપના નગરસેવકએ પક્ષને છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. આમ લાંબા સમયથી સતાનો વનવાસ ભોગવી રહેલ કોંગ્રેસએ ટુંકા દિવસોમાં જ ભાજપને વર્તમાન અને પૂર્વ હોદેદારોને પક્ષમાં પ્રવેશ કરાવી ઉપરા છાપરી બે ઝટકા આપી આગામી પાલિકાની ચૂંટણી જીતવા કમ્‍મર કસી એડીચોટનું જોર લગાવી રહી હોવાની રાજકીય વિશ્‍લેષકોમાં ચર્ચાઓ થઇ રહી છે.

હજુ અનેક વંડી ઠેકવા તૈયાર હોવાની ચર્ચા
હાલ બન્ને રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી કરવા મથી રહયા છે. એવા સમયે હજુ પણ સતાધારી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં નારાજગીનો ચરૂ ઉકળી રહયો છે. હજુ પણ અનેક નારાજ નેતાઓ અને કાર્યકરો વંડી ઠેકવા તૈયાર બેઠા છે. હાલ આ નારાજ લોકો વિપક્ષી પાર્ટી સાથે બેઠકો કરી ભાવ તાલ કરી રહયા હોવાનું જાણવા મળેલ છે. તો બીજી તરફ અમુક નારાજ નેતાઓ ભાજપની ટિકિટ ફાળવણીની રાહ જોઇ રહયા છે જે ફાળવણીમાં તેમના ગ્રુપની માંગણી મુજબ મળશે તો પક્ષમાં રહેશે બાકી વંડી ઠેકી જશે તેવી જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો