તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:સોરઠમાં કોરોનાની ફરી ફિફટી, 46 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસ 2,301

સોરઠમાં કોરોનાનો કહેર હજુ પણ બરકરાર રહ્યો છે. ગુરૂવારે આવેલા કોરોનાના કેસ ફરી એક વખત પચાસે પહોંચ્યા છે, જ્યારે 46 દર્દી સ્વસ્થ થયા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં આવેલ કુલ કેસની સંખ્યા 2,301 એ પહોંચી છે. ગુરૂવારે આવેલા કેસ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટીવના વધુ 37 કેસ નોંધાયા છે, જેમાંથી 18 કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જ્યારે મેંદરડામાં 4 કેસ, કેશોદ અને ભેંસાણમાં 3 - 3 કેસ, જૂનાગઢ, માણાવદર અને વિસાવદરમાં 2 -2 કેસ તેમજ માળીયા હાટીના, માંગરોળ અને વંથલીમાં 1 -1 કેસ નોંધાયા છે. જ્યારે 36 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હાલ 292 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 2,731 ઘરોના 10,318 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં 13 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે અને 10 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો